રેખાએ Amitabh Bachchanના પરિવારના આ સદસ્યને લગાવ્યો ગળે ! યુઝર્સ ચોંકી ઉઠ્યા, જુઓ-Photo
રેખા અમિતાભ બચ્ચનના પરિવારના સદસ્યને જોઈને ભાવુક થઈ ગઈ હતી અને ગળે લગાવી પ્રેમ વરસાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે, કપૂર પરિવારે 13 ડિસેમ્બરે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં તેમની ઘણી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. રાજ કપૂરની એનિવર્સરી સેલિબ્રેટ કરવા ઘણા સ્ટાર્સ આવ્યા હતા. પીઢ અભિનેત્રી રેખા પણ તે કાર્યક્રમનો ભાગ હતી. તે દરમિયાન રેખા અમિતાભ બચ્ચનના પરિવારના સદસ્યને જોઈને ભાવુક થઈ ગઈ હતી અને ગળે લગાવી પ્રેમ વરસાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચેની લવસ્ટોરી આખી દુનિયા જાણે છે. આવી સ્થિતિમાં, રેખા જ્યારે પણ બચ્ચન પરિવાર સાથે જોડાયેલા કોઈને મળે છે, ત્યારે તે સમયની તસવીરો અને વીડિયો ચોક્કસપણે ટોક ઓફ ધ ટાઉન બની જાય છે. આ વખતે પણ એવું જ થયું. રેખા અને અમિતાભ બચ્ચનના પરિવારના એ સદસ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન રેખાએ તે સદસ્યને ગળે લગાવી લીધો હતો.

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પણ અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા હતો. તે રાતે અગસ્ત્ય નંદાએ પણ રાજ કપૂરની 100મી જન્મજયંતિના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન રેખાની નજર અગસ્ત્ય નંદા પર પડી. જે બાદ રેખા કોઈ પણ વિલંબ કર્યા વગર અગસ્ત્ય નંદા પાસે પહોંચી ગઈ.

અહીં રેખાએ અગસ્ત્ય નંદા પર ઘણો પ્રેમ વરસાવ્યો અને તેને ગળે લગાવી લીધો. સામે અગસ્ત્ય પણ તેમની સામે ખૂબ જ પ્રેમ અને આદર સાથે હાથ જોડીને ઊભેલો જોવા મળે છે. રેખાના આ પગલાએ બધાને ચોંકાવી દીધા અને લોકો તેમના ફોન અને કેમેરામાં તે ક્ષણને કેદ કરી લીધી હતી.

તાજેતરમાં જ રેખા પણ કપિલ શર્માના શોમાં પહોંચી હતી. અહીં પણ રેખા અમિતાભ બચ્ચનનો નમ્ર સ્વરમાં ઉલ્લેખ કરતી જોવા મળી હતી. રેખાએ કહ્યું કે પ્રેમ અધૂરો રહી જાય તો પ્રેમ અટકતો નથી.
મનોરંજનના આવા જ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
