પુનેરી પલ્ટન અને હરિયાણા સ્ટીલર્સ ફાઇનલમાં પહોંચી, આજે મળશે પ્રો કબડ્ડી લીગની ચેમ્પિયન ટીમ
પ્રો કબડ્ડી લીગ 2024ની સેમી ફાઇનલમાં, પુનેરી પલ્ટને પટના પાઇરેટ્સને અને હરિયાણા સ્ટીલર્સે જયપુર પિંક પેન્થર્સને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.પ્રો કબડ્ડી લીગની ફાઈનલ મેચ 1 માર્ચના રોજ હૈદરાબાદના જીએમસી બલયોગી સ્ટેડિયમમાં રમાશે.

પ્રો કબડ્ડી લીગમાં 10 સીઝનનો રોમાંચક ખુબ વધી ગયો છે. ટૂર્નામેન્ટમાં બુધવારના રોજ હૈદરાબાદના જીએમસી બાલયોગી સ્ટેડિયમમાં 2 સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં પુનેરી પલ્ટન અને હરિયાણા સ્ટીલર્સની ટીમે જીત મેળવી છે. તેમજ ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.

હવે આ બંન્ને ટીમો વચ્ચે 1 માર્ચના રોજ ટક્કર થશે. આજે ખબર પડશે કે, 10મી સીઝનની ચેમ્પિયન ટીમ કોણ છે. આજે પ્રો કબડ્ડી લીગની 10મી સીઝનની વિજેતા ટીમ મળી જશે.પુનેરી પલ્ટન અને હરિયાણા સ્ટીલર્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે પટના અને જયપુર રોમાંચક સેમિફાઇનલમાં હાર મળી છે.

પુનેરી પલટને બુધવારના રોજ 3 વખતની ચેમ્પિયન પટનાને 37-21થી હાર આપ્યા બાદ પ્રો કબડ્ડી લીગ સીઝન 10ની પહેલી ફાઈનલિસ્ટ બની હતી. પુનેરી પલટનના આ મુકાબલમાં ઓલરાઉન્ડર પ્રદર્શન રહ્યું હતુ. પુનેરી પલટનની જીતમાં અસલમ ઈનામદારે 7 રેડ અંકની ભુમિકા મહ્તવની રહી હતી.

આ વખતે હરિયાણા સ્ટીલર્સે જયપુર પિંક પેથર્સને સેમિફાઈનલમાં હાર આપી છે.પ્રો કબડ્ડી લીગની ફાઈનલ મેચ 1 માર્ચના રોજ હૈદરાબાદના જીએમસી બલયોગી સ્ટેડિયમમાં રમાશે.

પ્રો કબડ્ડી લીગ 2023-24ની મેચનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે. તેમજ ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. આમેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફ્રીમાં જોઈ શકો છો.

































































