IPL 2025 : કઈ IPL ટીમની ટિકિટ સૌથી મોંઘી છે ? જાણો કેવી રીતે બુક કરવી મેચની ટિકિટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ટિકિટના ભાવ ટીમની લોકપ્રિયતા, સ્ટેડિયમની ક્ષમતા અને માંગ પર આધાર રાખે છે. IPL 2024 સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની ટિકિટ સૌથી મોંઘી હતી. આ વખતે કઈ ટીમની મેચની ટિકિટ સૌથી મોંઘી છે અને ટિકિટ કેવી રીતે બુક કરવું? તમામ સવાલોના જવાબ મળશે આ આર્ટીકલમાં.


IPL 2025 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ફેન્સ તેમની ફેવરિટ ટીમને સપોર્ટ કરવા મેદાનમાં પહોંચવા તલપાડલ છે. એવામાં ફેન્સના મનમાં પહેલો સવાલ એ છે કે મેદાનમાં મેચ જોવા માટે ટિકિટ કઈ રીતે મળશે? ઓનલાઈન બુકિંગ કઈ રીતે કરાવવું? ટિકિટની પ્રાઈઝ શું હશે?

આ તમામ સવાલોના જવાબ ફેન્સને આ જ આર્ટિકલમાં મળશે. પરંતુ તે પહેલા અમે જણાવી દઈએ કે અમે ટિકિટની જે પ્રાઈઝ જણાવી રહ્યા છીએ તેમાં ફેરફાર થઈ શકે છે અને આ પ્રાઈઝ અંદાજિત છે.

IPL 2025ની ટિકિટ BookMyShow, Paytm Insider અને IPLની સત્તાવાર વેબસાઈટ પરથી બુક કરી શકાય છે. મેચ અને સીટ કેટેગરી પસંદ કરો, ચુકવણી કરો અને ઈમેઈલ/SMS દ્વારા પુષ્ટિકરણ મેળવો. છેતરપિંડીથી બચવા માટે ફક્ત સત્તાવાર સ્ત્રોત પાસેથી જ ટિકિટ ખરીદો. માંગ વધુ હોવાથી વહેલા ટિકિટ બુક કરાવો.

સત્તાવાર ટિકિટિંગ પ્લેટફોર્મ BookMyShow, Paytm Insider, IPLની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. ઉપલબ્ધ મેચોની યાદીમાંથી તમારી મનપસંદ ટીમ અથવા મેચ પસંદ કરો. તમારી સીટ અને કિંમતની શ્રેણી પસંદ કરો. તમારી સુવિધા અને બજેટ મુજબ સીટ કેટેગરી પસંદ કરો. જરૂરી ટિકિટોની સંખ્યા પસંદ કરો. વ્યક્તિગત વિગતો ભરો. તમારું નામ, નંબર અને ઈમેઈલ એડ્રેસ દાખલ કરો અને પેમેન્ટ કરો. પેમેન્ટ ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરીને ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરો અને બુકિંગ મેળવો. ચુકવણી કર્યા પછી તમને ઈમેઈલ અથવા SMS દ્વારા બુકિંગનું નોટિફિકેશન મળશે.

IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટિકિટ સૌથી મોંઘી હતી, IPL 2025માં પણ RCBની જ ટિકિટ સૌથી મોંઘી છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રીમિયમ સીટની ટિકિટની કિંમત વધીને રૂ. 55,055 થઈ ગઈ છે. આ ઉપરાંત, સનરાઈઝર્સ હૈદરાબાદની પ્રીમિયમ ટિકિટ 30,000 રૂપિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સની પ્રીમિયમ ટિકિટ 28,000 રૂપિયા સુધી પહોંચી ગઈ. જ્યારે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રીમિયમ ટિકિટની કિંમત સૌથી ઓછી 6,000 રૂપિયા હતી. ટિકિટની કિંમત ટીમના પ્રદર્શન, મેચનું મહત્વ અને બુકિંગ સમયના આધારે બદલાઈ શકે છે. (All Photo Credit : PTI / X)
IPL 2025 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સાથે જોડાયેલ તમામ ખબરો વાંચવા ક્લિક કરો

































































