Shreya Ghoshal birthday : ‘શ્રેયા ઘોષાલ ડે’ ક્યારે અને ક્યાં ઉજવવામાં આવે છે, જાણો
બોલિવૂડમાં પોતાના અવાજથી જાદુ ચલાવનાર ગાયિકા શ્રેયા ઘોષાલની પોતાની આગવી ઓળખ છે. ભારત અને વિદેશમાં તેમનો મોટો ચાહક વર્ગ છે. તો ચાલો જાણીએ વિદેશમાં ક્યાં અને ક્યારે શ્રેયા ઘોષલ ડેની ઉજવણી કરવામાં આવે છે.

બોલિવૂડની ફેમસ સિંગર શ્રેયા ઘોષાલ આજે એટલે કે 12 માર્ચે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે.તો આજે આપણે જાણીએ કે, ક્યાં અને ક્યારે શ્રેયા ઘોષલ ડેનું ઉજવણી કરવામાં આવે છે.

26 જૂનના રોજ અમેરિકામાં શ્રેયા ઘોષલ ડે ઉજવવામાં આવે છે. વર્ષ 2010માં શ્રેયા અમેરિકાના ઓહિયો ગઈ હતી. જ્યાં ગવર્નર ટેડ સ્ટ્રિકલેન્ડે 26 જૂનના રોજ શ્રેયા ઘોષલે ડે ઉજવવાની જાહેરાત કરી હતી.

શ્રેયા ઘોષલ જ્યારે 16 વર્ષની હતી, ત્યારે તેમણે બોલિવુડ ફિલ્મોમાં ગીતમાં પહેલો બ્રેક મળ્યો હતો. તેમણે પહેલી વખત દેવદાસ સાથે સિંગિંગ કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં શ્રેયા ઘોષલે કુલ 5 ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. તમામ ગીત સુપરહિટ રહ્યા હતા.

શ્રેયા ઘોષલ પોતાના અવાજ માટે આજે પણ ફેમસ છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ ખુબ મોટી છે. તેના ચાહકો માત્ર ભારત નહિ વિદેશમાં પણ છે. આ કારણે સિંગરના નામે દિવસ પણ મનાવવામાં આવે છે.

શ્રેયા ઘોષલે 6 વર્ષની ઉંમરે ગીત ગાવાની શરુ કર્યું. 16 વર્ષની ઉંમરે મ્યુઝિક રિયાલિટી શો જીત્યો. ત્યારબાદ સિંગરે બોલિવુડ સહિત અનેક ભાષાના ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જન્મેલી શ્રેયા ઘોષાલે પોતાના સુમધુર અવાજ માટે અનેક એવોર્ડ જીત્યા છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































