Pakistan train hijack: સૈન્ય જવાનોને બચાવવા મધ્યરાત્રીએ હાથ ધરાયું ઓપરેશન, જુઓ વીડિયો
પાકિસ્તાન સૈન્ય, ગત મોડી રાત્રે બલૂચ લિબરેશન આર્મી ઉપર ત્રાટકી હતી. બીએલએ દ્વારા બંધક બનાવેલા સૈન્ય જવાનો અને સામાન્ય મુસાફરોને મુક્ત કરાવવા માટે ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે.

પાકિસ્તાનમાં BLAએના ટૂંકા નામે પ્રચલિત બલૂચ લિબરેશન આર્મીએ, જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કરી હતી. બલૂચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસની અંદર મુસાફરી કરી રહેલા અનેક મુસાફરોને બંધક બનાવ્યા હતા. આ બંધક મુસાફરોમાં પાકિસ્તાન સૈન્યના જવાનોનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાન સૈન્ય, ગત મોડી રાત્રે બલૂચ લિબરેશન આર્મી ઉપર ત્રાટકી હતી. બીએલએ દ્વારા બંધક બનાવેલા સૈન્ય જવાનો અને સામાન્ય મુસાફરોને મુક્ત કરાવવા માટે ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે.
પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ટ્રેન હાઇજેક કરવામાં આવી છે. વાસ્તવમાં, પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા છે. જેમાં લગભગ 180 સુરક્ષાકર્મીઓને બંધક બનાવવામાં આવ્યા છે. BLAએ તેનો કબજો મેળવી લીધો છે.
હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુરક્ષા કર્મચારીઓને તેમની શરતો પર મુક્ત કરવામાં આવશે. તેમને બચાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનનો એક વીડિયો પણ સામે આવ્યો છે.