Bhavnagar Video : 3 જુનિયર વિદ્યાર્થીના રેગિંગના કેસમાં આરોપી પોલીસ પકડથી દૂર, પોલીસની કામગીરી પર ઉભા થયા અનેક સવાલો
ભાવનગરની મેડિકલ કોલેજમાં સિનિયર ડોકટરના રુપમાં રહેતા શેતાનોએ જુનિયર ડોકટરનું રેગિંગ કરતા ચકચાર મચી છે. રેગિંગની ઘટનાને પાંચ દિવસ થઈ ગયા હોવા છતા આરોપીઓ હજુ પોલીસની પકડથી દૂર છે.
ભાવનગરની મેડિકલ કોલેજમાં સિનિયર ડોકટરના રુપમાં રહેતા શેતાનોએ જુનિયર ડોકટરનું રેગિંગ કરતા ચકચાર મચી છે. રેગિંગની ઘટનાને પાંચ દિવસ થઈ ગયા હોવા છતા આરોપીઓ હજુ પોલીસની પકડથી દૂર છે. ભાવનગર પોલીસને નવમાંથઈ એક પણ આરોપી કે અપહરણવાળી કાર હજુ મળી નથી. રેગિંગની તપાસ કરનારા નીલમબાગ પોલીસ સ્ટેશનના PSI એ.પી. ચૌધરી રજા પર હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઘટનાને દબાવવામાં આવતી હોવાનો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
3 જુનિયર ડૉક્ટરનું 4 કલાક કર્યું હતું રેગિંગ
મહત્વનું છે કે ત્રણ જુનિયર ડૉક્ટરનું સતત ચાર કલાક રેગિંગ કરવામાં આવ્યું હતુ. જુનિયર અને સિનિયર ડૉક્ટર સહિત કુલ 9 સામે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં લઈ જઈને જુનિયર ડૉક્ટરો સાથે રેગિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ધાકધમકી અને ખડણી માંગવામાં આવી હતી.
કોણ છે આ શૈતાન’ સિનિયર્સ
ભાવનગરની મેડિકલ કોલેજમાં અપહરણ અને રેગિંગની ઘટનામાં નિલમબાગ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં રેગિંગ અને અપહરણ કરનાર સિનિયર્સેના નામનો ખુલાસો થયો છે. જેમાં રેગિંગના આરોપીઓમાં ડૉ. મિલન કાક્લોતર, ડૉ. નરેશ ચૌધરી, ડૉ. મન પટેલ, ડૉ. પિયૂષ ચૌહાણ, ડૉ. બલભદ્રસિંહ ગોહિલ, જે.ડી અને કાનો નામના બે અજાણ્યા ઈસમો પણ અપહરણ અને રેગિંગ કરવામાં હતા. પરંતુ હજુ સુધી આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. જેના કારણે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર

અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા

પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ

Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
