IRCTC Tour Package : જૈન પ્રવાસીઓ માટે રેલવેનું શાનદાર ટુર પેકેજ, 08 રાત અને 09 દિવસની યાત્રા
IRCTC જૈન પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટુર પેકેજ બહાર પાડ્યું છે. "જૈન યાત્રા" સોમવાર 31મી માર્ચ 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસ (મુંબઈ) રેલ્વે સ્ટેશનથી 08 રાત/09 દિવસની મુસાફરી માટે પ્રસ્થાન કરવા માટે તૈયાર છે.

ભારતીય રેલ્વે ભારત સરકારના દેખો અપના દેશ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન ચલાવવાની પહેલ કરી છે.

IRCTC ભારત સરકાર એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશની પહેલ મુજબ આ ખાસ પ્રવાસીદેશમાં સ્થાનિક પ્રવાસનને વેગ આપતું ટ્રેન પેકેજ શરૂ કરી રહ્યું છે. IRCTC અવાર-નવાર ટુર પેકેજ લોન્ચ ક્યું છે.

જૈન યાત્રાની ધાર્મિક યાત્રા 08 રાત અને 09 દિવસની છે અને તે લગભગ 4500 કિમીની કુલ યાત્રાને આવરી લેશે. પ્રવાસીઓને જીવનના મહત્વપૂર્ણ સ્થળોને આવરી લેતા જૈન પ્રવાસ પર લઈ જશે. સમગ્ર યાત્રા દરમિયાન ભોજન અને અન્ય સુવિધાઓ જૈન પ્રણાલી મુજબ રહેશે.

જૈન યાત્રાની ધાર્મિક યાત્રા 08 રાત અને 09 દિવસની છે અને તે લગભગ 4500 કિમીની કુલ યાત્રાને આવરી લેશે. પ્રવાસીઓને જીવનના મહત્વપૂર્ણ સ્થળોને આવરી લેતા જૈન પ્રવાસ પર લઈ જશે. સમગ્ર યાત્રા દરમિયાન ભોજન અને અન્ય સુવિધાઓ જૈન પ્રણાલી મુજબ રહેશે.

IRCTC તેની વિશેષ અને સંપૂર્ણ 3AC એર કન્ડિશન્ડ ટૂરિસ્ટ ટ્રેનનો લાભ લેવા જૈન યાત્રાના ભક્તોનું સ્વાગત કરે છે. સુંદર LHB ટ્રેનમાં આધુનિક પેન્ટ્રી કાર જેવી ઘણી આકર્ષક સુવિધાઓ છે કોચમાં અદ્યતન સુરક્ષા સુવિધાઓ, સીસીટીવી કેમેરા, જાહેરાત સિસ્ટમ અને સુરક્ષા ગાર્ડ્સ હશે.IRCTC એ વ્યક્તિ દીઠ આકર્ષક કિંમતે તમામ સમાવેશી પેકેજો લોન્ચ કર્યા છે. 24,930/- રાખવામાં આવેલ છે.

ટૂર પેકેજમાં 3 એસી ક્લાસમાં આરામદાયક ટ્રેનની મુસાફરી, ડબલ/ટ્રિપલ/ક્વોડ શેર પર ધર્મશાળા/બજેટ હોટેલ્સમાં 03 રાત્રિ રોકાણ, તમામ ભોજન (ઓનબોર્ડ અને ઑફબોર્ડ): સવારની ચા, નાસ્તો, લંચ, ચા/કોફી અને રાત્રિભોજનનો સમાવેશ થાય છે. ફુડ (ફક્ત જૈન ભોજનમાં) તમામ ટ્રાન્સફર અને સાઇટસીઇંગ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને IRCTC ટુર મેનેજરની સેવાઓ વગેરે એસી વાહનોમાં ઉપલબ્ધ હશે.વધુ માહિતી માટે તમે IRCTC વેબસાઇટની મુલાકાત લઈ શકો છો
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































