Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : પર્યાવરણને બચાવવા કોર્પોરેશનનો અનોખો પ્રયાસ, 14 સ્થળોએ વૈદિક હોળીનું આયોજન, જુઓ Video

અમદાવાદ : પર્યાવરણને બચાવવા કોર્પોરેશનનો અનોખો પ્રયાસ, 14 સ્થળોએ વૈદિક હોળીનું આયોજન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2025 | 12:28 PM

અમદાવાદમાં પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને 7 ઝોનમાં 14 સ્થળોએ વૈદિક હોળીનું આયોજન કર્યું છે. પરંપરાગત હોળી માટે લાકડાનું નિકંદન થતું હતું, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. આ કારણે વૈદિક હોળી દ્વારા પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્સવ ઉજવવાનો પ્રયાસ થયો છે.

આ વર્ષે હોળી દહન માટે લાકડાના બદલે ગાયના ગોબરના છાણા અને તેની સ્ટિકનો ઉપયોગ થશે. આ ઢોર અગાઉ રસ્તાઓ પર રખડતા હતા, પરંતુ હવે કોર્પોરેશનના કરુણા મંદિરમાં શરણ લઈ રહ્યા છે. એમાંથી પ્રદૂષણમુક્ત સ્ટિક અને ઉપલા બનાવવામાં આવી રહ્યા છે.

કરુણા મંદિરમાં દરરોજ 5,000 કિલો ગોબર એકત્ર થાય છે, જેના પરથી અત્યાર સુધી 18,340 ઉપલા અને 15,330 સ્ટિક તૈયાર કરવામાં આવી છે. આ જ સામગ્રીનો ઉપયોગ આ વર્ષે હોળી દહનમાં થશે, જેથી પર્યાવરણ સુરક્ષિત રહે. આ અનોખા પ્રયાસથી પર્યાવરણને ફાયદો થશે અને પરંપરાગત તહેવાર પણ હાનિ વિના ઉજવાઈ શકશે.

વૈદિક હોળી શું છે?

વૈદિક હોળી એ પરંપરાગત હોળીનું એક પર્યાવરણમિત્ર અને આધ્યાત્મિક રૂપ છે, જેમાં લાકડાના બદલે ગાયના ગોબરથી બનેલી છાણા (ઉપલા) અને સ્ટિકનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિથી વૃક્ષોનું સંરક્ષણ થાય છે અને ધૂમાડા તથા હાનિકારક વાયુઓ ઉત્પન્ન થવાને બદલે શુદ્ધ અને પવિત્ર વાતાવરણ સર્જાય છે. વૈદિક હોળી એ પર્યાવરણને સંરક્ષિત રાખવાની પ્રાચીન ભારતીય રીત છે, જે આધુનિક યુગમાં પણ ઉપયોગી છે. આ પદ્ધતિથી પર્યાવરણ રક્ષણ, આયુર્વેદિક લાભ અને આધ્યાત્મિક શાંતિ મળે છે.

Published on: Mar 13, 2025 12:27 PM
g clip-path="url(#clip0_868_265)">