13 માર્ચના મહત્વના સમાચાર : ધર્મ પરિવર્તન કરાવનારાઓને હર્ષ સંઘવીએ લીધા આડે હાથ, કહ્યુ-ભોળા આદિવાસી ભાઈ-બહેનોને ફસાવવામાં આવે તે નહીં ચાલે
આજે 13 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
તાપીમાં ધર્મ પરિવર્તન મુદ્દે હર્ષ સંઘવીએ આપ્યો કડક સંદેશ
તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ કાયદાના સકંજામાં આવશે અને તેમને છૂટવાની કોઈ તક મળશે નહીં. સરકાર આવા પ્રવૃત્તિઓ પર સખત કાર્યવાહી કરશે.
-
સુરતઃ સચિન વિસ્તારમાં આંતક મચાવનાર કુખ્યાત ગબરુ ભરવાડ ઝડપાયો
સુરતના સચિન વિસ્તારમાં ગુંડાગીરી અને આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર ગબરુ ભરવાડ આખરે પોલીસના હાથે ઝડપાયો. સચિન પોલીસે ખાસ ઓપરેશન ચલાવી રાજસ્થાનમાંથી ગબરુ ભરવાડની ધરપકડ કરી અને તેને સુરતમાં લાવી યોગ્ય પગલાં લીધા. ગબરુ ભરવાડ અને તેની ગેંગે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં આતંક ફેલાવ્યો હતો. તાજેતરમાં એક દુકાનદાર સાથે પાર્કિંગ મુદ્દે થયેલી મારામારીમાં પણ તેનો સામેલ હોવાનું બહાર આવ્યું હતું. ગબરૂ અને તેના સાગરિતોએ વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવા અને દહેશત ફેલાવવા માટે અનેક ગુનાઓ અંજામ આપ્યા હતા.
-
-
ભાવનગર : SBI બેંકની બહાર લૂંટનો ભેદ ઉકેલાયો
ભાવનગરના ચિત્રા GIDC વિસ્તારમાં SBI બેંકની બહાર 75 લાખ રૂપિયાની લૂંટના કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. 7 દિવસ પહેલા ફરિયાદી બેંકમાંથી રૂપિયા ઉપાડીને આવતા હતા ત્યારે ત્રણ શખ્સે તેમને બેંક નજીર જ આંતરીને લૂંટ કરી હતી. આરોપીઓને બે શખ્સોએ લૂંટ કરવા માટે ટિપ્સ આપી હોવાનો ખુલાસો થયો છે. લૂંટની ટિપ્સ આપનાર બે શખ્સોને પણ પોલીસે ઝડપી લીધા છે. લૂંટના કેસમાં પોલીસે અત્યાર સુધી પાંચ આરોપીની ધરપકડ કરી છે.
-
સાયબર ક્રાઈમની ટીમે વૃદ્ધને ડિજિટલ અરેસ્ટથી બચાવ્યા
જામનગર શહેરમાં એક વૃદ્ધ દંપતી સાથે એક અજીબ ઘટના બની. એક સાયબર ગઠિયાએ મુંબઈ પોલીસના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી અને તેમને ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખવાનો પ્રયાસ કર્યો. સદનસીબે, વૃદ્ધ દંપતીએ સમયસર પોલીસનો સંપર્ક કર્યો અને સાયબર ક્રાઈમની ટીમે ત્વરિત કાર્યવાહી કરી. પોલીસે આ જૂઠી ઓળખની તપાસ કરીને વૃદ્ધ દંપતીને આઠકેલામાંથી મુક્ત કર્યા અને તેમને છેતરપીંડીથી બચાવ્યા. દંપતીએ પોલીસની આ મદદ બદલ હૃદયપૂર્વક આભાર માન્યો.
-
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે. એર ઇન્ટેલિજન્સ યુનિટે થાઈલેન્ડથી આવતા 2 મુસાફરોને ઝડપી પાડ્યા. બંને મુસાફરો પાસેથી 1 કિલો 450 ગ્રામ સોનું જપ્ત કરાયુ. બંને મુસાફરો પાસેથી કુલ 1.29 કરોડનું સોનુ જપ્ત કરાયું,
-
આજે 13 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Mar 13,2025 7:20 AM





