Amreli : એક સાથે 9 સિંહ ગામમાં પાણી પીવા પહોંચ્યા, જુઓ સાવજ પરિવારનો Video
અમરેલી જિલ્લો ગિર અભયારણ્યની સીમા સાથે જોડાયેલો છે, જ્યાં એશિયાટિક સિંહો (Asiatic Lions) વસવાટ કરે છે. ગિર જંગલ વિસ્તાર પૂરો પડતા અથવા ખોરાક-પાણીની શોધમાં સિંહ આસપાસના વિસ્તાર સુધી આવી જાય છે. 9 જેટલા સિંહ એક સાથે આવી જ રીતે પાણીની શોધમાં એક ગામમાં આવી જાય છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરઝર ગામમાં 9 સિંહ પાણી પીવા પહોંચ્યા હોવાનો નજારો ગ્રામ પંચાયતના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો છે. ગિર અભયારણ્યથી સીમાડા લગતા ગામોમાં સિંહ પરિવારના આંટાફેરા સામાન્ય બની ગયા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સિંહો રાત્રી સમયે ગામ નજીક આવેલાં તળાવમાં પાણી પીવા માટે આવતા રહે છે. આ દૃશ્યો CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાયા છે, જેમાં સિંહ પરિવાર શાંતિપૂર્વક પાણી પી રહ્યું છે અને પછી જંગલ તરફ પાછું જઈ રહ્યું છે. અમરેલીમાં કેટલાક ખેતર વિસ્તારો એવા છે, જ્યાં સિંહ માટે ખોરાક (પશુધન) અને પાણી સરળતાથી મળી રહે છે.પશુપાલકો દ્વારા રાખવામાં આવતા ઢોરો પર શિકારની તકો વધતા સિંહો અહીં વધુ જોવા મળે છે. વિસ્તારના રહેવાસીઓ માટે આ દ્રશ્ય એક અનોખો અને રોમાંચક અનુભવ છે, જોકે વનવિભાગે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.