Screen Guard લગાવ્યા બાદ ફોનનું ટચ બરાબર કામ નથી કરતુ? તો આટલું કરી લો
ઘણી વખત લોકો સ્ક્રીન સુરક્ષા માટે તેમના ફોનમાં સ્ક્રીન ગાર્ડ કે ટફન લગાવડાવે છે, પણ સ્ક્રીન ગાર્ડ લગાવ્યા પછી, ઘણા યુઝર્સ ફોનમાં યોગ્ય રીતે ટચ ના થવાની ફરીયાદ કરે છે. જો તમારી સાથે પણ આમ થતુ હોય તો આ સમાચાર તમારા માટે છે.

ડિજિટલ યુગમાં, હવે દરેક વ્યક્તિ ટચ સ્ક્રીન સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોનમાં તમે ટચ દ્વારા તમામ પ્રકારના ફંક્શન એક્સેસ કરી શકો છો. જો કે, ઘણી વખત લોકો સ્ક્રીન સુરક્ષા માટે તેમના ફોનમાં સ્ક્રીન ગાર્ડ કે ટફન લગાવડાવે છે. સ્ક્રીન ગાર્ડ લગાવ્યા પછી, ઘણા યુઝર્સ ફોનમાં યોગ્ય રીતે ટચ ના થવાની ફરીયાદ કરે છે. જો તમારી સાથે પણ આમ થતુ હોય તો આટલુ કરી લેજો

જો તમે પણ તમારા ફોનમાં સ્ક્રીન ગાર્ડ લગાવેલ છે અને ત્યારથી ફોનનો ટચ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું , તો આ લેખ ફક્ત તમારા માટે જ છે. આજે અમે તમને એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં છુપાયેલા આવા જ એક સિક્રેટ સેટિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા સ્ક્રીન ગાર્ડ લગાવ્યા પછી પણ સ્ક્રીનનો ટચ યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરી દેશે. ચાલો જાણીએ કેવી રીતે.

1. સૌથી પહેલા તમારા સ્માર્ટફોનની સેટિંગ્સ ઓપન કરો.

2. આ પછી તમે Accessibility and Convenience ના વિકલ્પ પર જાઓ.

3. આ વિભાગમાં નીચે સ્ક્રોલ કર્યા પછી, તમને નીચે પાવર બટનનો વિકલ્પ દેખાશે.

4. પાવર બટન પર ક્લિક કર્યા પછી, તમને 2 વિકલ્પો દેખાશે. આમાં તમારે સ્ક્રીન પ્રોટેક્ટર મોડ વિકલ્પની સામે દેખાતું ટોગલ ઓન કરવું પડશે.

જેમ જેમ તમે આ ટૉગલ ચાલુ કરશો, તમારા સ્માર્ટફોનની ટચ સ્ક્રીનની સેન્સિટીવિટી પહેલા કરતા વધુ વધી જશે અને ફોનનો ટચ યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરશે. આ માટે તમારે ન તો સર્વિસ સેન્ટર જવાની જરૂર પડશે અને ન તો સ્ક્રીન ગાર્ડને હટાવવાની જરૂર પડશે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો






































































