કાનુની સવાલ : પતિ-પત્ની છૂટાછેડા લે છે પણ બાળકો બંને સાથે રહેવા માંગે તો શું છે કાયદો, જાણો
જો પતિ-પત્ની છૂટાછેડા ઇચ્છતા હોય પણ બાળકો બંને સાથે રહેવા માંગતા હોય, તો શું કોર્ટ ભારતીય કાયદા મુજબ છૂટાછેડા આપવાનો ઇનકાર કરી શકે છે? તો ચાલો આના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

ભારતીય કાયદામાં છૂટાછેડા અને બાળકોની ઇચ્છાઓ વિશે આપણે જાણીએ. ભારતીય કાયદા અનુસાર છૂટાછેડાનો નિર્ણય મુખ્ય રુપે પતિ-પત્ની વચ્ચેના સંબંધો અને તેના વ્યક્તિગત અધિકારો પર આધારિત હોય છે. છૂટાછેડાના મામલે કોર્ટ પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં અવિશ્વસનીયતા, ક્રૂરતા જેવા કાનૂની આધારોને ધ્યાનમાં લે છે.

બાળકોની ઈચ્છા અને ભાવનાઓ મહત્વપૂર્ણ છે પરંતુ છૂટાછેડા આપવા કે નહિ તે નિર્ણય પતિ-પત્નીના સંબંધો પર આધાર રાખે છે. બાળકોની ઈચ્છાઓ પર નહી.છૂટાછેડાના નિર્ણયમાં બાળકોની ઇચ્છા નિર્ણયક નથી પરંતુ બાળકોની સુખાકારી અને શ્રેષ્ઠ હિતોને સુનિશ્ચિત કરવા માટે કોર્ટ તેના વિચારો પર ધ્યાન આપે છે. તેમના મંતવ્યોને ધ્યાનમાં લે છે.

ટુંકમાં આપણે કહીએ તો બાળકોની ઈચ્છા અને ભાવનાઓ કોર્ટ માટે મહત્વપૂર્ણ હોય છે પરંતુ છુટાછેડા આપવા કે નહી તેનો મુખ્ય નિર્ણય પતિ-પત્નીના સંબંધોની કાનુની સ્થિતિ પર નિર્ભર કરે છે. બાળકોની ઈચ્છા છૂટાછેડાની પ્રકિયાને પ્રભાવિત કરતી નથી. પરંતુ તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે કોર્ટ કસ્ટડી અને અન્ય સંબંધિત બાબતોમાં તેમના મંતવ્યો ધ્યાનમાં લે છે.

ભારતીય કાયદા મુજબ જો પતિ-પત્ની છૂટાછેડા લેવા માંગે છે અને બંન્ને તેમના બાળકોની સંયુક્ત રીતે સારસંભાળ કરવા માંગે છે. તો કોર્ટ છૂટાછેડા આપવાની ના પાડી શકતી નથી. છૂટાછેડા અને બાળકોની કસ્ટડી બે અલગ કાનૂની મુદ્દાઓ છે. કોર્ટનો મુખ્ય હેતુ બાળકોના શ્રેષ્ઠ હિતોની ખાતરી કરવાનો છે.

યશિતા સાહુ વિરુદ્ધ છત્તીસગઢ રાજ્ય 2020ના આ કેસમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માતાપિતા વચ્ચેના સંઘર્ષને ધ્યાનમાં લીધા વગર, બાળકોને બંને માતાપિતા સાથે સમય વિતાવવાનો અધિકાર છે, જે તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.

આ નિર્ણયોથી સ્પષ્ટ છે કે, છૂટાછેડાના મામલામાં કોર્ટ બાળકોની કસ્ટડીનો નિર્ણય સર્વોતમ હિતને ધ્યાનમાં રાખીને લે છે. જો બંન્ને માતા-પિતા બાળકોની સંયુક્ત સારસંભાળ માટે સમંત છે. તો કોર્ટ સામાન્ય રીતે આ વ્યવસ્થા સ્વીકારે છે, જો તે બાળકોના શ્રેષ્ઠ હિતમાં હોય.

નિષ્કર્ષ: બાળકના પિતાનું નામ બદલવું એ સરળ પ્રક્રિયા નથી અને તેના માટે યોગ્ય કાનૂની પગલાં લેવાની જરૂર છે. જો પહેલા જીવનસાથી સંમતિ આપે તો પ્રક્રિયા સરળ બની શકે છે. જો તે સંમત ન થાય તો બાળકને દત્તક લેવા માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પડશે અથવા કોર્ટમાંથી આદેશ મેળવવો પડશે. કોઈપણ ખોટી રીતે નામ બદલવાનો પ્રયાસ કાનૂની કાર્યવાહીનો ભોગ બની શકે છે. (અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image: Symbolic Image)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































