માતા ગૃહિણી, પિતા એન્જિનિયર અને પતિ બિઝનેસમેન, 4 નેશનલ એવોર્ડ જીતી ચૂકેલ સિંગરનો આવો છે પરિવાર
4 વખત પોતાના ગીત માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી શ્રેયા ઘોષાલે પોતાની કારકિર્દીમાં 20 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે. પોતાના ગીતોથી ચાહકોનું મનોરંજન કરતી શ્રેયાની પર્સનલ લાઈફ લાઈફ વિશે વાત કરીએ. તેમજ આ ફેમસ સિંગરના પરિવારમાં કોણ કોણ છે.

શ્રેયા ઘોષાલ આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે.તમને જણાવી દઈએ કે, શ્રેયા ઘોષલે ગુજરાતીમાં પણ ગીત ગાય ચૂકી છે. સિંગર એક ગીત માટે લાખોમાં ચાર્જ લે છે.

આજે આપણે શ્રેયા ઘોયલેના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

તમને જણાવી દઈએ કે, અમેરિકામાં 26 જૂને શ્રેયા ઘોષાલ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ એક દિવસ છે, જે શ્રેયા ઘોષાલના નામ પર સમર્પિત કરવામાં આવે છે.

શ્રેયા ઘોષાલ પિતાનું નામ વિશ્વજીત ઘોષાલ છે, જેઓ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તેમની માતાનું નામ શર્મિષ્ઠા ઘોષાલ છે, જે ગૃહિણી છે. શ્રેયાને એક ભાઈ પણ છે, સૌમ્યદીપ ઘોષાલ.

બોલિવૂડની ફેમસ ગાયિકા શ્રેયા ઘોષાલ આજે એટલે કે 12 માર્ચે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. 29 વર્ષ પહેલાં, 1996માં, 12 વર્ષની શ્રેયાએ સિંગિંગ રિયાલિટી શો 'સા રે ગા મા'માં ભાગ લીધો હતો. આજે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શ્રેયાનું નામ ખુબ મોટું છે.

શ્રેયા ઘોષાલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની જાણીતી ગાયિકા છે. બોલિવૂડ ઉપરાંત, તેમણે પ્રાદેશિક ફિલ્મોમાં ઘણા ગીતો ગાયા છે. આ ઉપરાંત, ગાયકે ઘણી સિરિયલો માટે પણ પોતાનો અવાજ આપ્યો છે. હિન્દી ઉપરાંત, શ્રેયાએ આસામી, બંગાળી, કન્નડ, મલયાલમ, પંજાબી, તમિલ, તેલુગુ અને ભોજપુરી ભાષાઓમાં ગીતો ગાયા છે.

શ્રેયાનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો. તે રાજસ્થાનના કોટા નજીકના એક નાના શહેર રાવતભાટામાં મોટી થઈ હતી. શ્રેયાએ માત્ર ચાર વર્ષની ઉંમરે હાર્મોનિયમ વગાડવાનું શરૂ કર્યું. આ પછી, તેમણે કોટાના મહેશ ચંદ્ર શર્મા પાસેથી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું.

તમને જણાવી દઈએ કે શ્રેયાએ ટીવી રિયાલિટી શો સા રે ગા મા પાનો ખિતાબ જીત્યો હતો. શ્રેયાએ સંગીતમાં પોતાની કારકિર્દીની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'થી કરી હતી. અભિનેત્રી ઐશ્વર્યા રાય પર ફિલ્માવવામાં આવેલા મોટાભાગના ગીતોમાં શ્રેયાએ પોતાનો અવાજ આપ્યો છે.

સિંગરે વિવિધ ભારતીય અને વિદેશી ભાષાઓમાં ફિલ્મો અને આલ્બમ માટે ગીતો રેકોર્ડ કર્યા છે.જેમાં પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ચાર કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારો, બે તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો, એક મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર, BFJA પુરસ્કારો, છ ફિલ્મફેર પુરસ્કારો અને દસ ફિલ્મફેર પુરસ્કારો સાઉથનો સમાવેશ થાય છે.

તેના પ્રથમ ગીતો "બૈરી પિયા" અને "ડોલા રે ડોલા" ખુબ જ હિટ થયા અને તેને શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

શ્રેયાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેની લવ સ્ટોરી ખુબ રસપ્રદ છે. તેણે પોતાના બાળપણના મિત્ર સાથે લગ્ન કર્યા.

5 જાન્યુઆરી 2015 ના રોજ તેના બાળપણના મિત્ર અને એન્જિનિયર શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે બંગાળી રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હાલમાં બંન્ને એક બાળકના માતા પિતા છે.

તમને જણાવી દઈએ કે શ્રેયાએ શિલાદિત્ય ને લગભગ 10 વર્ષ સુધી ડેટ કરી હતી. શિલાદિત્ય મુખોપાધ્યાયે ખૂબ જ રોમેન્ટિક રીતે શ્રેયાને પ્રપોઝ કર્યું.શિલાદિત્ય પાસે રસીલન્ટ નામની એક ટેક કંપની પણ છે અને તે Hipcask.com વેબસાઇટનો ફાઉન્ડર પણ છે. શિલાદિત્યએ મુંબઈથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો






































































