Women’s Health : મહિલાઓને આ રોગોનું સૌથી વધુ જોખમ હોય છે, જાણો કેવી રીતે સુરક્ષિત રહેવું
શું તમે કોઈ એવી ગંભીર અને ખતરનાક બિમારીઓ વિશે જાણો છો.જે મહિલાઓના સ્વાસ્થને ખરાબ રીતે અસર કરે છે. તો આજે આપણે જાણીશું કેટલીક એવી બિમારી વિશે જેનું પુરુષ કરતા મહિલાઓને જોખમ વધારે છે.

હેલ્થ એક્સપર્ટ દ્વારા પુરુષોની તુલનામાં મહિલાઓ હંમેશા પોતાના સ્વાસ્થને લઈ સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે. મહિલાઓ પોતાના પરિવારના સભ્યોનું ધ્યાન રાખવામાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે, પોતાના સ્વાસ્થનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે.સ્ત્રીઓને કયા રોગોનું જોખમ વધુ હોય છે? ચાલો જાણીએ.

તમને જણાવી દઈએ કે, બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં ખુબ વધી રહ્યું છે. જેના મૃત્યુના આંકડા પણ એક ચિંતાનો વિષય બની રહ્યો છે.બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે લાઈફસ્ટાઈલ અને ડાયટ પ્લાન પર ખાસ ધ્યાન આપવાની જરુર છે.

ડાયાબિટીસ જે મહિલાઓમાં વધુ જોવા મળે છે. જો તમે પણ આ સાઈલન્ટ કિલર બિમારીથી બચવા માંગો છો તો તમારે દરરોજ કસરત તેમજ હેલ્થ પર વધારે ધ્યાન આપવાનું રહેશે.

તમને જણાવી દઈએ કે દર બે મિનિટે એક મહિલા સર્વાઇકલ કેન્સરને કારણે મૃત્યુ પામે છે. સ્તન કેન્સર પછી, સ્ત્રીઓમાં સૌથી વધુ કેન્સર સર્વાઇકલ કેન્સર છે. આ ઉપરાંત, ગર્ભાશયનું કેન્સર પણ સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

ઓસ્ટીયોપોરોસિસને કારણે તમારા હાડકાં નબળા થઈ જાય છે, જેના કારણે ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે. મેનોપોઝ પછી સ્ત્રીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, મેનોપોઝ પછી, એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ઘટવા લાગે છે અને તેની ઉણપ હાડકાંના સ્વાસ્થ્યને ગંભીર અસર કરી શકે છે.આનાથી બચવા માટે કેલ્શિયમ અને વિટામિન યુકત આહાર લેવો જોઈએ.

પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ એક એવી સમસ્યા છે જે નાની વયમાં પણ થાય છે, જેના વિશે દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ. આ એક હોર્મોનલ સમસ્યા છે, જે સ્ત્રીઓમાં અનિયમિત માસિક સ્રાવ, વજનમાં વધારો અને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

દર 10 માંથી એક મહિલાને આ સમસ્યા થઈ શકે છે. જો સમયસર આનું ધ્યાન રાખવામાં ન આવે તો, તે પ્રજનન ક્ષમતાને પણ અસર કરી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































