સાપુતારા ખાતે લોકોની રોજગારી, સુખાકારી અને સલામતી માટે સાંસદ ધવલ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે યોજી બેઠક
ડાંગ ગુજરાતનું એકમાત્ર ગીરીમથક છે. ત્યારે અહીંયા લોકોની સુખાકારી અને સુવિધા માટે ડાંગના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓને લઈ સાંસદ ધવલ પટેલે બેઠક યોજી.

લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા સાપુતારા ખાતે ડાંગ જિલ્લાના આદિવાસી અને લોકોની રોજગારીની ચિંતા કરવામાં આવી.

આદિવાસી લોકો સહિત ડાંગના લોકોની સુખાકારી અને સલામતી માટે વધુ થી વધુ સગવડો અને સુવિધાઓ ઉભી થાય એ હેતુથી ડાંગ જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ અધિક્ષક, વન વિભાગ ના અધિકારીઓ સાથે બેઠક કરી.

યોજાયેલી આ બેઠકમાં સાંસદ ધવલ પટેલે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ડાંગના વિકાસ માટે જરૂરી સૂચનાઓ કરવામાં આવ્યા.

ડાંગ ગુજરાતનું એકમાત્ર ગીરીમથક હોય, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરીમથક સાપુતારા પ્રવાસે આવતા રહેતા હોવાથી, બહારથી ફરવા આવતા સહેલાણીઓ ને વધુ સારી સુવિધાઓ મળતી રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

સહેલાણીઓ ના માધ્યમથી સ્થાનિક આદિવાસીઓ ને વધુ થી વધુ રોજગારી મળી રહે એ માટે ખાસ ચિંતા કરી સારી વ્યવસ્થા કરવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો

































































