શું અમેરિકામાં વાગી રહ્યા છે મંદીના ભણકારા! શું ટ્રમ્પની નીતિઓ અમેરિકાને બરબાદ કરીને છોડશે?-વાંચો
અમેરિકાની ઓછામાં ઓછી 7 મેગ્નિફિસન્ટ દિગ્ગજ ટેક કંપનીઓ છે, જેમાં એપલ, માઇક્રોસોફ્ટ, ટેસ્લા, એનવીડિયા, ગૂગલ, આલ્ફાબેટ, એમેઝોન જેવી કંપનીઓનો સમાવેશ થાય છે, આ કંપનીઓમાં 750 અરબ ડોલરનું નુકસાન છેલ્લા બે દિવસમાં જોવા મળ્યુ છે. જેના માટે હેડલાઇન બની છે 750 બિલિયન ડોલર સાફ. આ કડાકા બાદ ચૌરે ને ચૌટે ચર્ચા એવી થવા લાગી છે કે અમેરિકા મંદી તરફ ધકેલાઈ રહ્યુ છે.

રાજકુમારની વક્ત ફિલ્મનો એક બહુ ફેમસ ડાયલોગ છે, “જિનકે અપને ઘર શીશે કે હો, વહ દૂસરો પર પથ્થર નહીં ફેંકા કરતે” આ સંવાદ હાલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર બરાબર બંધ બેસે છે. ટ્રમ્પ અને એલન મસ્ક કદાચ ભૂલી ગયા છે કે તેમના ઘરમાં જે કાચ લાગેલા છે તે બુલેટપ્રૂફ નથી. વિશ્વભરના માર્કેટને તોડનારુ અમેરિકા આજે ખુદ પોતાની જ લગાવેલી આગમાં બળી રહ્યુ છે. જેને તેણે ખુદ ટેરીફ સ્વરૂપે લગાવી હતી. આજે અમેરિકાની ઈકોનોમી મંદીની ચર્ચાઓમાં ઘેરાયેલી છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે જે રીતે ટ્રમ્પના આવ્યા બાદ અમેરિકાના બજારોએ રફ્તાર પકડી હતી, શું હવે અમેરિકાનું બજાર ફરીથી નહીં ઉઠી શકે? એવી-એવી હેડલાઇન્સ બનવા લાગી છે કે શું અમેરિકા મંદી તરફ જઈ રહ્યુ છે? કારણ કે છેલ્લા બે દિવસમાં યુએસ સ્ટોક માર્કેટ એ ચાર ટ્રિલિયન ડોલરની કિંમત...