Bhavnagar Video : હેવાનિયતની હદ વટાવી, મહિલા સાથે 4 આરોપીએ આચર્યું દુષ્કર્મ, મહિલાના ગુપ્તભાગમાં છાંટ્યું મરચું
મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતા ગુજરાતમાં પણ હવે દિવસે દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે માનવતાને શરમશાર કરતી ઘટના ભાવનગરથી સામે આવી છે. ભાવનગરમાં મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતુ. ત્રણ આરોપીઓએ મહિલાને પકડી રાખી અને એક આરોપીએ દુષ્કર્મ આચર્યું છે.

દુષ્કર્મીઓએ નિર્દયતાની તમામ હદ વટાવતું કર્યું છે. નરાધમ આરોપીઓએ દુષ્કર્મ આચરી મહિલાના ગુપ્તભાગમાં મરચું છાંટ્યું હતુ. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રેમ પ્રકરણમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શક્યતા છે. મુખ્ય સુત્રધાર મનસુખ મકવાણા, પિન્ટુ મકવાણા સહિત ચાર સામે ગુનો નોંધાયો છે.
મહિલા સાથે દુષ્કર્મ આચરી આરોપી ફરાર
ભાવનગર શહેરમાં રહેતી એક મહિલા સાથે 4 નરાધમે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ આરોપીઓએ મુખ્ય આરોપીની મદદ કરી હતી. આરોપીઓએ મહિલાને ઘરેથી અપરણ કરીને કારમાં ફરાર થયા હતા.
નરાધમોએ નિર્દયતાની તમામ હદો વટાવી હતી. જેના કારણે મહિલાની સ્થિત ખરાબ થતા મહિલાના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તેમજ મહિલાને ઓબ્સર્વેશનની અંદર રાખવામાં આવી છે. જોકે આ સમગ્ર ઘટના અંગે ઘોઘા રોડ બી. ડિવિઝન પોલીસ મથકમાં મુખ્ય સુત્રધાર મનસુખ મકવાણા તેમજ મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને અજાણ્યા ઈસમ એટલે કુલ 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ