હોળીની જ્વાળાની દિશા જોઈ અંબાલાલે આપ્યો સમગ્ર વર્ષનો વરતારો- જુઓ Video
આજે રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી. જેમા પાટનગર ગાંધીનગરના પાલજમાં ગુજરાતની સૌથી મોટા હોળી પ્રગટાવવામાં આવી. આ હોળી દહનની ઉંચાઈ 35 ફુટ રાખવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચ્યા હતા. હજારો લોકોએ ગુજરાતની આ સૌથી મોટા હોલિકા દહનના દર્શન કર્યા હતા.
રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આપણે ત્યાં હોળીની જ્વાળા જે દિશામાં જાય તેના પરથી સમગ્ર વર્ષનો વરતારો નક્કી થાય છે. ત્યારે આ વર્ષે રાજ્યની સૌથી મોટી હોળી ગાંધીનગરના પાલજમાં પ્રગટાવવામાં આવી હતી. આ હોળીની ઉંચાઈ 35 ફુટ રાખવામાં આવે છે. છેલ્લા 700 વર્ષથી અહીં હોળી પ્રગટાવવાની પરંપરા છે. આ હોળીની જ્વાળાની દિશા પરથી આગાહીકાર અંબાલાલે આગામી વર્ષ કેવુ રહેશે તેનો વરતારો આપ્યો
પશ્ચિમ દિશા તરફ રહી હોળીની જ્વાળા
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ આ વર્ષે હોળીનો પવન પશ્ચિમ દિશા તરફનો હતો, આથી એકંદરે વર્ષ સારુ રહેશે અને ચોમાસાની વાત કરીએ તો આ વર્ષે 8 થી 10 આની ચોમાસુ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યુ. જો કે અંબાલાલે જણાવ્યુ ક આ વર્ષે વાદળો બરાબર બનતા દેખાયા નથી આથી ચોમાસુ અનોખા પ્રકારનું રહેવાની શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિમાં ઉનાળુ પવનના કારણે વાતાવરણની ગતિવિધિ સારી રહેશે.
જો કે આ વર્ષે આંધી, વંટોળ, ચક્રવાતની સ્થિતિ બંગાળના ઉપસાગરમાં બનતા લોપ્રેશરને કારણે રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિ પણ જોવા મળશે. આ તરફ રોગચાળા અંગે અંબાલાલે જણાવ્યુ કે કોઈ મોટા રોગચાળાની ભીતિ જણાતી નથી. આ તરફ રાજ્યના રાજકારણમાં પણ કોઈ મોટી ઉથલપાથલ જોવા મળશે નહીં.
Input Credit- Harin Matravadia