મોરબીને ફરી યાદ આવ્યો તેનો કરુણ ઈતિહાસ, 43 વર્ષ બાદ ફરી મચ્છુ નદી પર મોતનું તાંડવ

Morbi tragic history: આજથી 43 વર્ષ પહેલા પણ મોરબીમાં એક મોટી દુર્ઘટના બની હતી. તે સમયે આખા મોરબીમાં મોતનું તાંડવ થયુ હતુ. અનેક માણસો અને પ્રાણીઓના મૃતદેહ મોરબીમાં વિખેરાયેલા જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2022 | 11:49 PM
11 ઓગસ્ટ, 1979ના રોજ વરસાદના કારણે મચ્છુ-2 ડેમ પાણીથી છલોછલ ભરેલો હતો. તે સમયે ડેમની પાસેનો માટીનો પાળો તૂટતા જળપ્રલયની ભયાનક ઘટના બની હતી. જેને કારણે મોરબીનો આખો નજારો જ બદલાઈ ગયો હતો.

1 / 10
 તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદી-જુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં જતા રહ્યા હતા. તેથી આ જાણ સરકાર સુધી પણ મોડી પહોંચી હતી.

2 / 10
મોરબીના મચ્છુ-2 ડેમ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી. મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યુ હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા.

3 / 10
ગાય, ભેસ સહિતના પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજયા હતા. શેરી ગલ્લીઓ સહિત વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી.

4 / 10
અનેક પરિવારો આ દુર્ઘટનાને કારણે વેરવિખેર થઈ ગયા હતા.

5 / 10
 ડેમ સાઈટ પર પૂર વખતે વીજળી, ફોનની કૈ વાયરલેસની પણ સુવિધા બંધ થતા મોરબી વાસીઓને સમયસર ચેતવણી ન મળતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સરકારને પણ ઘટનાની જાણ 1-2 દિવસ પછી થઈ હતી.

6 / 10
મચ્છુ હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાયો અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા અને જે તે સમયે તાત્કાલિક કેટલાક કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવી હતી.

7 / 10
નવા સ્ટાફને પહેલી જ જવાબદારી શહેરના જુદાજુદા વિસ્તારોમાં પાણી કેટલા ભરાયેલા છે? કયા કયા મૃતદેહ પડ્યા છે? વિગેરે સોપવામાં આવી હતી. આજે પણ ત્યાંના લોકોને યાદ છે અને તે દિવસનો નજરો આજે પણ લોકો સમક્ષ આવી જાય તો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. આજે ઘણા કર્મચારી નિવૃત થઇ ગયા છે તો પણ મચ્છુ હોનારતને ભૂલી શક્યા નથી.

8 / 10
હોનારતનું કારણ બહાર લાવવા મૂળ મોરબીનાં વતની અને અમેરિકામાં વસતા યુવાન ઊત્પલ સાડેંસરા અને તેનાં મિત્ર ટોમ વૂડને સંશોધન કર્યું જુદા જુદા દસ્તાવેજનો અભ્યાસ કર્યો, અનેક લોકોને મળ્યા બાદ તેમણે 'નો વન હેડ અ ટન્ગ ટૂ સ્પીચ' જેનું ગુજરાતી અનુવાદ નીરંજન સાન્ડેસરાએ કર્યું જેનું નામ ‘ઝીલો રે મચ્છુંનાં પડકાર’તૈયાર કર્યું. આ પુસ્તકમાં પૂર આટલું ભયાનક કેમ બન્યુ તેનાં કારણ રજુ કરવામાં આવ્યા છે.

9 / 10
જેમાં સૌથી મોટું કારણ ડેમની ડિઝાઇન અને સ્થળમાં ભૂલો સામે આવી છે. લેખકનાં મતે ડેમ જે સ્થળે તૈયાર કરાવ્યો હતો તે સ્થળે ભૂતકાળમાં મોરબીના મહારાજાને વિચાર આવ્યો હતો પણ તે વખતના હાઈડ્રો મેનેજરે ડેમનું સ્થળ યોગ્ય ન હોય જો આ સ્થળે ડેમ બને તો અભિશાપ બની શકે છે તેમ કહી રાજાના ચેતવતાં યોજના પડતી મુકાઈ હતી. જો કે આઝાદી બાદ તત્કાલીન ગુજરાત સરકારે ત્યાં ડેમ બનવવાની ચેતવણી ભૂલી જઇ ડેમ બાંધ્યો. આ ઉપરાંત ડેમની ડિઝાઇન પણ ભુલ ભરેલી હતી.

10 / 10
Follow Us:
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ

કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા

ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો

અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત

અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ

સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક

ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી

દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">