રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ફર્યુ બુલડોઝર, દ્વારકા, જામનગર અને અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન, કરોડોની જમીનો ખુલ્લી કરાઈ

રાજ્યમાં ગેરકાયદે રીતે સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દ્વારકામાં સતત ત્રણ દિવસથી મેગાડિમોલિશન ચાલી રહ્યુ છે તો જામનગરમાં પિરોટન ટાપુ વિસ્તારમાં ધાર્મિક દબાણોને તોડી પાડવામાં આવ્યા છે. આ તરફ અમદાવાદની રબારી વસાહતમાં પણ 200 જેટલા દબાણો હટાવાયા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2025 | 6:26 PM

રાજ્યમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી આજે પણ યથાવત જોવા મળી. દેવભૂમિ દ્વારકાની સાથે જામનગર અને અમદાવાદમાં સરકારી જમીનો પરથી દબાણ દૂર કરાયા. બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન હાથ ધરાયું. ઓખા પોર્ટમાં સરકારી જમીન પરના યા-હઝરત પાંચ પીરની દરગાહ સહિત 110 જેટલા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. એક હજાર જવાનોના બંદોબસ્ત સાથે 36 હજાર 400 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ. બીજી તરફ જામનગરના પિરોટન ટાપુ પર પહેલીવાર ધાર્મિક દબાણો હટાવાયા. જ્યાં અંદાજે 4 હજાર ચોરસ ફૂટમાં 9 જેટલાં ધાર્મિક દબાણ દૂર કરી ટાપુને ફરી મૂળ સ્થિતિમાં લવાયો. દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે પિરોટન ટાપુ મહત્વપૂર્ણ મનાય છે. અમદાવાદના ઓઢવમાં અંદાજે દોઢ સોથી 200 દબાણ હટાવાયા. જ્યાં રબારી વસાહતમાં AMC દ્વારા દબાણ હટાવાયા. ફાયર વિભાગ અને પોલીસની ટીમને સાથે રાખી છેલ્લા 3 દિવસથી ડિમોલિશનની કામગીરી થઈ રહી છે.

દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં સતત ત્રીજા દિવસે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત છે ઓખા પોર્ટમાં સરકારી જમીન પર કરાયેલુ અતિક્રમણ દૂર કરવામાં આવ્યુ છે. ઓખામાં યા-હઝરત પાંચ પીરની દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરાયુ છે. બાલાપર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હજુ પણ યથાવત છે. 1 હજાર સુરક્ષા જવાનો સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે.

દ્વારકામાં 110 જેટલા રહેણાક મકાનો પર બુલડોઝર ફરી વળ્યુ. ધાર્મિક પ્રવુતિ નામે કરાયેલ દબાણ દૂર કરાયા છે. આ મેગાડિમોલિશન દરમિયાન 6,400 ચોરસ મીટર જમીન કરાઈ ખુલ્લી કરાઈ છે. ડિમોલિશન કામગીરીના એક મહિના અગાઉ 250 જેટલા માલિકોને તંત્રએ નોટિસ આપી હતી. જે બાદ ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી ડિમોલિશન કામગીરી શરૂ કરાઈ છે જે હજુ આવતીકાલે પણ ચાલશે.

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ
Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 શહેરોના વર્ષો જૂના દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ દ્રશ્યો જુઓ જે બિલકુલ સામાન્ય નથી. માત્ર શહેરો અલગ અલગ છે પરંતુ તમામ જગ્યાએ બુલડોઝરનો પાવર જોવા મળી રહ્યો છે. ઓખા પોર્ટથી ઓઢવ સુધી કડક કાર્યવાહી જોવા મળી રહી છે. બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસની કાર્યવાહીના ભાગરૂપે દબાણો નેસ્તનાબૂદ કરાયા છે. જામનગરમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે જ્યારે કે અમદાવાદના ઓઢવમાં અંદાજે દોઢ સોથી 200 દબાણ હટાવાયા જ્યાં રબારી વસાહતમાં સવારથી જ કાર્યવાહી જોવા મળી હતી

દબાણ સાથેના પીરોટન ટાપુના અને દબાણમુક્ત પીરોટન ટાપુ બંન્નેના ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો છે. પીરોટન ટાપુ પર બનેલા દબાણો રાષ્ટ્રીય સુરક્ષા સામે સમુદ્રી જીવસૃષ્ટિ માટે તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ મનાઈ રહ્યા હતા. અને એટલે જ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અહી છેલ્લા થોડા સમયથી ધાર્મિક દબાણો ખડકી દેવાયા હતા. વનવિભાગ અને પોલીસ દ્વારા મળીને 9 જેટલાં ધાર્મિક દબાણો દૂર કરાયા છે. અંદાજે 4 હજાર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ છે. કડક કાર્યવાહી કરીને પીરોટન ટાપુને પુન:મૂળ સ્થિતિમાં પાછો લવાયો છે.

આ તરફ અમદાવાદના ઓઢવ વિસ્તારના રબારી વસાહતમાં પણ ડિમોલિશન હાથ ધરાયું હતું. અહિં AMC દ્વારા છેલ્લા ત્રણ દિવસથી મેગા ડિમોલિશન કરાઈ રહ્યું છે. રબારી વસાહતમાં ગેરકાયદે 150 થી 200 દુકાનો અને મકાનો દૂર કરાયા હતા. જોકે અહિં પણ પહેલેથી જ લોકોને નોટિસ આપી હતી અને એટલે અનેક લોકોએ જાતે જ દબાણો દૂર કર્યા હતા. AMC દ્વારા અહિં ફાયર અને પોલીસની ટીમ સાથે રાખીને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ કામગીરીને જોતા લાગી રહ્યુ છે કે ક્યાંય પણ અતિક્રમણ કરાયુ હશે તો તેને દૂર કરવામાંઆવશે. કોઈપણ દબાણ બુલડોઝરમાં બચી નહીં શકે. એ ચાહે ધાર્મિક બાંધકામ હોય, કોમર્શિયલ હોય કે રહેણાંક વસાહત કેમ ન હોય. જો સરકારી જમીન પર ગેરકાયદે રીતે બાંધકામ કરાયુ હશે તો તેને સરકાર દ્વારા તોડી પાડવામાં આવશે. આગામી સમયમાં પણ આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. જે પ્રકારે યેનકેન રીતે દબાણો કરાયા છે તેને દૂર કરી જમીનો ખુલ્લી કરવામાં આવશે. ત્યારે હવે જોવુ રહેશે કે આગામી દિવસોમાં ક્યા શહેરનો વારો આવે છે.

Input Credit- Jay Goswami, Manish Joshi- Dwarka,  Divyesh Vayeda -Jamnagar, Harin Matravadiya- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video
પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video
લુણાવાડામાં મેળા બહાર આવેલા વીજ પોલ પર લાગી આગ
લુણાવાડામાં મેળા બહાર આવેલા વીજ પોલ પર લાગી આગ
g clip-path="url(#clip0_868_265)">