Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલી લેટરકાંડમાં સુરતમાં ધરણા પર બેસે તે પહેલા જ ધાનાણી, દૂધાત સહિતનાની પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ- Video

અમરેલી લેટરકાંડની ગૂંજ હવે સુરતમાં પણ જોવા મળી. અમરેલીમાં 48 કલાકના ઉપવાસ સાથેના ધરણા અને એક દિવસના બંધ બાદ પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના કોંગ્રેસ નેતાઓએ સુરતના વરાછામાં આવેલા માનગઢ ચોકમાં ધરણા યોજ્યા હતા. જો કે પોલીસે મંજૂરી ન આપતા ધરણા શરૂ કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2025 | 5:38 PM

અમરેલી લેટરકાંડમાં પોલીસ કાર્યવાહી થઈ છતાં, કોંગ્રેસ આ મામલો જરા પણ ઠંડો પડે તેમ ઈચ્છતી નથી. એક દિવસના ધરણાં બાદ પરેશ ધાનાણીએ સરકાર સામે મોરચો માંડી દીધો છે અને તેના જ ભાગરૂપ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકમાં કોંગ્રેસે ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ આ ધરણાં કાર્યક્રમને પોલીસે મંજૂરી આપી નહીં. છતાં કોંગ્રેસ કાર્યક્રમ કરવાના મૂડમાં હતી. એટલે જ વહેલી સવારથી જ પોલીસના ધાડેધાડા માનગઢ ચોકમાં ઉતરી આવ્યા હતા. પરેશ ધાનાણીએ કાર્યક્રમની મંજૂરી નહીં આપવા મામલે સરકારને આડેહાથ લીધી અને મંજૂરી વિના જ ધરણાં કરવાનું કહ્યું. જો કે, ધાનાણી બેસે તે પહેલા જ પોલીસે તેમને ટીંગાટોળી કરીને અટકાયત કરીને લઈ ગઈ. તેમની સાથે પ્રતાપ દૂધાત અને અન્ય કોંગ્રેસના કાર્યકરોની પણ અટકાયત કરી.

પાયલ ગોટીને ન્યાય અપાવવા મુદ્દે ધરણાનું હતુ આયોજન

આ સમગ્ર પ્રકરણની શરૂઆત પંદરેક દિવસ પહેલા થઈ હતી, જ્યારે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે એક બનાવટી લેટર વાયરલ થયો હતો. આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મામલો ગંભીર બનતા પોલીસે પાયલ ગોટી સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ દરમિયાન અન્ય આરોપીઓ સાથે આરોપી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યુ. જે બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. એસપી દ્વારા SIT ટીમની રચના કરવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો અને રાજકમલ ચોકમાં 48 કલાક સુધી ઉપવાસ સાથે ધરણા યોજ્યા હતા અને શનિવારે અમરેલી બંધનું એલાન આપ્યું હતું. વરાછામાં આયોજિત ધરણાં મામલે પોલીસે કહ્યું હતું કે, ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસે મંજૂરી આપી ન હતી.

તો અટકાયત કરાયેલા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત કાર્યકરોને ધરણા પર બેસે એ પહેલા જ ટીંગાટોળી કરી ઉંચકી લેવામાં આવ્યા અને પોલીસની ગાડીમાં બેસાડી હજીરા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્યાં તમામ નેતાઓ અને કાર્યકરોને પોલીસ મથક બહાર બેસાડવામાં આવ્યા હતા. જો કે ધરણાની મંજૂરી ન મળતા ધાનાણીએ આક્ષેપ કર્યો કે આઝાદ ભારતમાં આંદોલન પર પ્રતિબંધ મુકી શું છુપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ તરફ પ્રતાપ દૂધાતે પોલીસની અટકાયત અંગે જણાવ્યુ કે પોલીસમાં તાકાત હોય એટલી અજમાવી લે. બળપ્રયોગથી અમે ડરતા નથી અને ખાખી વરદી સામે લડતા રહીશુ.

23 વર્ષની લીલાની બોલિવુડમાં એન્ટ્રી કરશે, જુઓ ફોટો
36 બાળકોની માતા છે બોલિવૂડની આ 50 વર્ષની અભિનેત્રી !
Ginger Water: ખાલી પેટ આદુનું પાણી પીવાથી થાય છે આ 5 ચમત્કારિક ફાયદા !
હરમનપ્રીત T20માં આ સિદ્ધિ મેળવનાર બીજી ભારતીય બની
ઇતિહાસના સૌથી અમીર ક્રિમિનલ Pablo Escobar નું આવું હતું અજેય સામ્રાજ્ય
મરઘી કેટલા દિવસમાં ઈંડા મૂકે છે?

Input Credit- Mehul Bhikalva- Surat

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">