Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Election Results 2024: પરિણામોએ આપ્યા આ 7 સૌથી મોટા સવાલોના જવાબ, પવારનો ‘પાવર’ , ઉદ્ધવનો ‘ઉદય’ પૂર્ણ ?

Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિએ શાનદાર જીત નોંધાવી છે. રાજ્યમાં ફરી એકવાર તેની સરકાર બની રહી છે. 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિને 200થી વધુ સીટો મળી રહી છે. તે જ સમયે, MVAને 70થી ઓછી બેઠકો મળી રહી છે.

| Updated on: Nov 23, 2024 | 4:23 PM
પ્રશ્ન 1 -શું બાલા સાહેબ ઠાકરેની પાર્ટી શિવસેનાનો ઉત્તરાધિકારી તેમનો જ પુત્ર રહેશે ?
જવાબ-મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના પરિણામોથી એ સ્પષ્ટ થઇ ગયુ છે કે હવે તેમની પાર્ટીનો ઉત્તરાધિકારી તેમનો પુત્ર નહીં થાય, પરંતુ તેમના પાર્ટીની કમાન જે સારી રીતે સંભાળશે તે જ તેમનો પુત્ર હશે.

પ્રશ્ન 1 -શું બાલા સાહેબ ઠાકરેની પાર્ટી શિવસેનાનો ઉત્તરાધિકારી તેમનો જ પુત્ર રહેશે ? જવાબ-મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના પરિણામોથી એ સ્પષ્ટ થઇ ગયુ છે કે હવે તેમની પાર્ટીનો ઉત્તરાધિકારી તેમનો પુત્ર નહીં થાય, પરંતુ તેમના પાર્ટીની કમાન જે સારી રીતે સંભાળશે તે જ તેમનો પુત્ર હશે.

1 / 7
પ્રશ્ન 2.-શું શરદ પવારની પાર્ટી NCPનો ઉત્તરાધિકારી તેમની પુત્રી સુપ્રિયા સુલે હશે કે પછી પાર્ટીની શરુઆતથી સક્રિય તેમનો ભત્રીજો ?
જવાબ-મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોએ સાબિત કરી દીધુ છે કે શરદ પવારની પાર્ટી NCPનો સાચો ઉત્તરાધિકારી દીકરી સુપ્રિયા સુલે નહીં, પરંતુ ભત્રીજો અજીત પવાર છે. અજીત પવાર એનસીપીમાં શરુઆતથી જ ખૂબ જ સક્રિય રહેલા છે. સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે મહારાષ્ટ્રમાં NCPની ખરી લગામ કોના હાથમાં છે? કાકા-ભત્રીજા વચ્ચેની આ લડાઈમાં આ વખતે ભત્રીજાનો દબદબો જોવા મળ્યો છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને અજિત પવારની NCPને પાછળ છોડી દીધી છે.

પ્રશ્ન 2.-શું શરદ પવારની પાર્ટી NCPનો ઉત્તરાધિકારી તેમની પુત્રી સુપ્રિયા સુલે હશે કે પછી પાર્ટીની શરુઆતથી સક્રિય તેમનો ભત્રીજો ? જવાબ-મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોએ સાબિત કરી દીધુ છે કે શરદ પવારની પાર્ટી NCPનો સાચો ઉત્તરાધિકારી દીકરી સુપ્રિયા સુલે નહીં, પરંતુ ભત્રીજો અજીત પવાર છે. અજીત પવાર એનસીપીમાં શરુઆતથી જ ખૂબ જ સક્રિય રહેલા છે. સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે મહારાષ્ટ્રમાં NCPની ખરી લગામ કોના હાથમાં છે? કાકા-ભત્રીજા વચ્ચેની આ લડાઈમાં આ વખતે ભત્રીજાનો દબદબો જોવા મળ્યો છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને અજિત પવારની NCPને પાછળ છોડી દીધી છે.

2 / 7
પ્રશ્ન 3. શું ચૂંટણી પરિણામો આવી જતા હવે શરદ પવારનો 'પાવર' પુરો થઇ જશે ?
જવાબ- આ પહેલા અજિત પવારની પાર્ટીને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો હતો. તે સમયે એવું માનવામાં આવતું હતું કે શરદ પવારની પાર્ટી જ અસલી એનએસપી છે. 10 બેઠકો પર ચૂંટણી લડ્યા બાદ કાકાની પાર્ટીએ 8 બેઠકો જીતી હતી. જ્યારે અજિત પવારની એનસીપી પાસે તે સમયે માત્ર 1 સીટ હતી. હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં જોવા મળ્યુ છે કે ભત્રીજાએ કાકાને હરાવીને તેમની સાથે બદલો લેવાનું મન બનાવી લીધું છે.હવે શરદ પવારનો 'પાવર' તેનો જ ભત્રીજો અજીત પવાર પુરો કરી દે તો નવાઇ નહીં.

પ્રશ્ન 3. શું ચૂંટણી પરિણામો આવી જતા હવે શરદ પવારનો 'પાવર' પુરો થઇ જશે ? જવાબ- આ પહેલા અજિત પવારની પાર્ટીને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો હતો. તે સમયે એવું માનવામાં આવતું હતું કે શરદ પવારની પાર્ટી જ અસલી એનએસપી છે. 10 બેઠકો પર ચૂંટણી લડ્યા બાદ કાકાની પાર્ટીએ 8 બેઠકો જીતી હતી. જ્યારે અજિત પવારની એનસીપી પાસે તે સમયે માત્ર 1 સીટ હતી. હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં જોવા મળ્યુ છે કે ભત્રીજાએ કાકાને હરાવીને તેમની સાથે બદલો લેવાનું મન બનાવી લીધું છે.હવે શરદ પવારનો 'પાવર' તેનો જ ભત્રીજો અજીત પવાર પુરો કરી દે તો નવાઇ નહીં.

3 / 7
પ્રશ્ન 4.- મહારાષ્ટ્રમાં ભાજપનો સૌથી મોટો નેતા કોણ ?
જવાબ- મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ ભાજપના મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમના નેતૃત્વમાં ભાજપે સતત ત્રીજી વાર મહારાષ્ટ્રની ચૂંટણીમાં સારુ પ્રદર્શન કર્યુ છે. વર્ષ 2014માં પહેલીવાર ભાજપે મહારાષ્ટ્રમાં 122થી વધુ બેઠક મેળવી હતી. તો 2019 માં  ભાજપ 105 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ તે સમયે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ ગઠબંધનમાં હોવા છતાં, મુખ્યમંત્રી પદ માટેના ભાજપના દાવાને ફગાવી દીધો હતો. તે પછી ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર અને કોંગ્રેસ સાથે મળીને મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી. વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપ 130થી વધુ બેઠક સાથે જીત મેળવી હોય તેવુ ઇતિહાસમાં પહેલી વાર બન્યુ છે.

પ્રશ્ન 4.- મહારાષ્ટ્રમાં ભાજપનો સૌથી મોટો નેતા કોણ ? જવાબ- મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ ભાજપના મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમના નેતૃત્વમાં ભાજપે સતત ત્રીજી વાર મહારાષ્ટ્રની ચૂંટણીમાં સારુ પ્રદર્શન કર્યુ છે. વર્ષ 2014માં પહેલીવાર ભાજપે મહારાષ્ટ્રમાં 122થી વધુ બેઠક મેળવી હતી. તો 2019 માં ભાજપ 105 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ તે સમયે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ ગઠબંધનમાં હોવા છતાં, મુખ્યમંત્રી પદ માટેના ભાજપના દાવાને ફગાવી દીધો હતો. તે પછી ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર અને કોંગ્રેસ સાથે મળીને મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી. વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપ 130થી વધુ બેઠક સાથે જીત મેળવી હોય તેવુ ઇતિહાસમાં પહેલી વાર બન્યુ છે.

4 / 7
પ્રશ્ન 5- મહારાષ્ટ્રમાં BJPનું સંકટ મોચક કોણ ? જાણો કેમ 
જવાબ- મહારાષ્ટ્રમાં BJPનું સંકટ મોચક દેવેન્દ્ર ફડણવીસ બન્યા છે. 2019 માં NDAને બહુમત મળ્યુ હતુ.તેમ છતા ગઠબંધનના સાથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ BJP સાથે દગો કરીને સરકાર બનાવવા ન દીધી અને પોતે કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી.તો બીજી તરફ દેવેન્દ્ર ફડ઼ણવીસે ચાણક્ય નીતિનો ઉપયોગ કરીને ન માત્ર ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવ્યો, પરંતુ સાથે જ  સરકાર પણ બનાવી લીધી.એનાથી વધુ આગળ જઇને ફડણવીસે મતદારોનો એવો વિશ્વાસ કેળવ્યો કે BJP અને NDA એ મહારાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી દીધી.

પ્રશ્ન 5- મહારાષ્ટ્રમાં BJPનું સંકટ મોચક કોણ ? જાણો કેમ જવાબ- મહારાષ્ટ્રમાં BJPનું સંકટ મોચક દેવેન્દ્ર ફડણવીસ બન્યા છે. 2019 માં NDAને બહુમત મળ્યુ હતુ.તેમ છતા ગઠબંધનના સાથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ BJP સાથે દગો કરીને સરકાર બનાવવા ન દીધી અને પોતે કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી.તો બીજી તરફ દેવેન્દ્ર ફડ઼ણવીસે ચાણક્ય નીતિનો ઉપયોગ કરીને ન માત્ર ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવ્યો, પરંતુ સાથે જ સરકાર પણ બનાવી લીધી.એનાથી વધુ આગળ જઇને ફડણવીસે મતદારોનો એવો વિશ્વાસ કેળવ્યો કે BJP અને NDA એ મહારાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી દીધી.

5 / 7
પ્રશ્ન 6.- જનતા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને સાચી માનસે કે એકનાથ શિંદેની ?
જવાબ-આજના પરિણામોએ સ્પષ્ટ કરી દીધુ છે કે એકનાથ શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે.

પ્રશ્ન 6.- જનતા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને સાચી માનસે કે એકનાથ શિંદેની ? જવાબ-આજના પરિણામોએ સ્પષ્ટ કરી દીધુ છે કે એકનાથ શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે.

6 / 7
પ્રશ્ન 7.-શું UPના CM આદિત્ય યોગીનાથનું 'બટેંગે તો કટેંગે' નિવેદન મહારાષ્ટ્રમાં પણ કામ કરી ગયુ ?
જવાબ- ચૂંટણીના પરિણામો સાબિત કરે છે કે UPના CM આદિત્ય યોગીનાથનું 'બટેંગે તો કટેંગે' નિવેદન મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ કામ કરી ગયુ છે.મહારાષ્ટ્રમાં ભાજપે પૂર્ણ બહુમત મેળવ્યુ છે.

પ્રશ્ન 7.-શું UPના CM આદિત્ય યોગીનાથનું 'બટેંગે તો કટેંગે' નિવેદન મહારાષ્ટ્રમાં પણ કામ કરી ગયુ ? જવાબ- ચૂંટણીના પરિણામો સાબિત કરે છે કે UPના CM આદિત્ય યોગીનાથનું 'બટેંગે તો કટેંગે' નિવેદન મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ કામ કરી ગયુ છે.મહારાષ્ટ્રમાં ભાજપે પૂર્ણ બહુમત મેળવ્યુ છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">