History of city name : માઉન્ટ આબુના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
માઉન્ટ આબુ તેના ઐતિહાસિક, ધાર્મિક અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. આ શહેર રાજપૂત, જૈન, અને બ્રિટિશના ઈતિહાસ સાથે ગૂંથાયેલું છે, અને આજે પણ ભારતનું એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે.
માઉન્ટ આબુનું પ્રાચીન નામ "અર્બુદાચલ" હતું. હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર, આ નામ "અર્બુદાચલ પર્વત" પરથી પડ્યું છે. એવું માનવામાં આવે છે કે દેવતાઓએ અહીંની ગિરીપ્રદેશ પર આરામ લીધો હતો, અને આ સ્થાન શિવભક્ત તથા ઋષિ-મુનિઓ માટે મહત્વનું સ્થાન રહ્યું છે. ( Credits: Getty Images )
1 / 10
એક દંતકથા મુજબ, વસિષ્ઠ ઋષિની નંદિની ગાય ખાડામાં પડી ગઈ ત્યારે સરસ્વતી નદીએ એ ખાડાને પાણીથી ભરી દીધો. ગાય તરીને બહાર આવી. તેથી અહીં વશિષ્ઠ આશ્રમ અને ગૌમુખ છે. ( Credits: Getty Images )
2 / 10
મહાભારત અને અન્ય હિંદૂ ગ્રંથો અનુસાર, સાધુઓ અને ઋષિઓ અહીં તપસ્યા કરતા. વશિષ્ઠ ઋષિએ અહીં યજ્ઞ કર્યો અને ચૌહાણ વંશની સ્થાપના થઈ. નંદીશ્વર દ્વીપની કથાઓ મુજબ, આ પર્વત દેવતાઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ હતું. ( Credits: Getty Images )
3 / 10
મહાભારત અને અન્ય ગ્રંથોમાં ઉલ્લેખ થયેલા તથ્યો અનુસાર, માઉન્ટ આબુ એક ધાર્મિક અને તપસ્યાનું કેન્દ્ર રહ્યું છે. ( Credits: Getty Images )
4 / 10
માઉન્ટ આબુની ગફાઓ અને પ્રાચીન શિલાલેખો દર્શાવે છે કે અહીં પ્રાચીન સંસ્કૃતિઓ અને વિવિધ ધર્મોનો વિકાસ થયો. ( Credits: Getty Images )
5 / 10
જૈન ધર્મમાં માઉન્ટ આબુનું વિશેષ મહત્વ છે. 24મા તીર્થંકર ભગવાન મહાવીર પણ અહીં આવ્યા હોવાનું માનવામાં આવે છે. 11મી થી 13મી સદી દરમિયાન દેલવાડા જૈન મંદિરો બન્યા, જે આજે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ( Credits: Getty Images )
6 / 10
6મી થી 10મી સદી દરમિયાન ચૌહાણ રાજપૂતોએ માઉન્ટ આબુ પર શાસન કર્યું. 13મી થી 16મી સદી દરમિયાન રાણા કુંભા અને મેવાડ રાજપૂતોનો માઉન્ટ આબુ પર પ્રભાવ રહ્યો. મરાઠાઓએ પણ કેટલાક સમય માટે આ વિસ્તાર પર શાસન કર્યું. ( Credits: Getty Images )
7 / 10
16મી અને 17મી સદીમાં, મુઘલ સમ્રાટો દ્વારા આ પ્રદેશમાં ટૂંકા ગાળાનું શાસન કરવામાં આવ્યું. 1815માં, બ્રિટિશ શાસકો આવ્યા અને માઉન્ટ આબુને પોતાનું ગરમીઓમાં રહેવાનું હિલ સ્ટેશન બનાવ્યું. બ્રિટિશ કાળ દરમિયાન માઉન્ટ આબુ રાજસ્થાનના બ્રિટિશ રાજપૂત એજન્સીનું મુખ્ય મથક હતું. ( Credits: Getty Images )
8 / 10
આજના સમયમાં, માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. જેમાં દિલવાડા જૈન મંદિર શ્વેત પથ્થરના શિલ્પકલા માટે જાણીતું. અધર દેવી મંદિર પર્વતની ગુફામાં આવેલું માતાજીનું મંદિર અને ગૌમુખ મંદિર જ્યાં વશિષ્ઠ ઋષિએ યજ્ઞ કર્યાનું કહેવાય છે. ( Credits: Getty Images )
9 / 10
આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે. ( Credits: Getty Images )
10 / 10
માઉન્ટ આબુ આજે એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. તે તેના શાંત વાતાવરણ, નૈસર્ગિક સૌંદર્ય, નક્કી લેક ( NAKKI LAKE), ગુરુશિખર અને દિલવાડા મંદિર માટે જાણીતું છે. માઉન્ટ આબુ જેવી અન્ય સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો..