આજથી ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, 31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ, જુઓ Video
ગુજરાતના વાતાવરણમાં આજથી પલટાની સંભાવના જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. 31 માર્ચથી 3 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠું સર્જાશે, અને કેટલાક વિસ્તારોમાં પવન સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે કેટલીક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી સિસ્ટમ)ના પ્રભાવને કારણે રાજ્યમાં આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
જાણો કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે
- 31 માર્ચ: નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા.
- 1 એપ્રિલ: અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં વરસાદની આગાહી.
- 2 એપ્રિલ: બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, ખેડા, મહિસાગર, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં વરસાદ પડી શકે.
- 3 એપ્રિલ: પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની સંભાવના.
કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ માવઠું ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, ખાસ કરીને જે ખેડૂતો રવી સિઝનની પાક સંભાળવામાં જોતરાયેલા છે, તે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ખેતપ્રદેશમાં પૂરતી સાવચેતી રાખે અને પાકને નુકસાનથી બચાવવાના પગલાં લે. હવામાન વિભાગની સતત અપડેટ મેળવવા અને અનુકૂળ પગલાં ભરવા માટે સૌએ સાવચેતી રાખવાની અનુરોધ કરવામાં આવ્યો છે.