Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : 53.75 કરોડ રૂપિયાના IPL ઈતિહાસના બે સૌથી મોંઘા ખેલાડીઓ વચ્ચે થશે ટક્કર

પહેલી એપ્રિલની રાતે વિશ્વની સૌથી લોકપ્રિય અને સૌથી સફળ ક્રિકેટ લીગમાં પહેલીવાર બે સૌથી મોંઘા ખેલાડીઓની ટક્કર થવાની છે. આ બે ખેલાડી પર ઓક્શનમાં સૌથી મોટી બોલી લાગી હતી, અને હવે આ બંને મેદાનમાં પોતપોતાની ટીમને ચેમ્પિયન બનાવવા તૈયાર છે.

| Updated on: Apr 01, 2025 | 4:58 PM
1 એપ્રિલના રોજ, IPL 2025ની 13મી મેચમાં પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટક્કર થશે. આ મેચમાં IPLના ઈતિહાસના બે સૌથી મોંઘા ખેલાડીઓ વચ્ચેનો મુકાબલો પણ જોવા મળશે, જેઓ પોતપોતાની ટીમના કેપ્ટન પણ છે.

1 / 7
ખાસ વાત એ છે કે આ બંને ખેલાડીઓ ભારતની વર્તમાન મેન્સ ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટના મહત્વપૂર્ણ પ્લેયર્સ છે. આ બંને ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા ફ્રેન્ચાઈઝીએ 1, 2 નહીં પણ કુલ 53.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

2 / 7
આ બંને ખેલાડીઓ છે રિષભ પંત અને શ્રેયસ અય્યર. રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો છે.

3 / 7
IPL 2025માં રિષભ LSG અને શ્રેયસ PBKSની કપ્તાની કરી રહ્યો છે. રિષભ પંતના નેતૃત્વ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સની આ ત્રીજી મેચ હશે. જ્યારે શ્રેયસ અય્યરની પંજાબ કિંગ્સ આ સિઝનની પોતાની બીજી મેચ રમશે.

4 / 7
IPL 2025ની પોતાની પહેલી મેચમાં લખનૌને હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં 27 કરોડમાં ટીમમાં સામેલ રિષભ પંત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. પરંતુ બીજી મેચમાં LSGએ હૈદરાબાદને હરાવ્યું હતું. જોકે, અહીં પણ પંત ફ્લોપ રહ્યો અને માત્ર 15 રન બનાવી આઉટ થયો હતો.

5 / 7
પંજાબ કિંગ્સની વાત કરીએ તો તેઓએ IPL 2025માં ગુજરાત ટાઈટન્સ સામે જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. પંજાબ કિંગ્સ 11 રનથી જીતી ગયું. આ મેચમાં, 26.75 કરોડ રૂપિયાની કિંમતના IPL ઈતિહાસના બીજા સૌથી મોંઘા ખેલાડી શ્રેયસ અય્યરે 42 બોલમાં 97 રનની તોફાની ઈનિંગ રમી હતી.

6 / 7
IPL 2025માં પહેલીવાર બે સૌથી મોંઘા ખેલાડીઓ ટકરાશે, પરંતુ અત્યાર સુધીના બંનેના પ્રદર્શનમાં શ્રેયસ અય્યરનું ફોર્મ રિષભ પંતના ફોર્મ કરતા વધુ સારું રહ્યું છે. જોકે, ક્રિકેટમાં દરેક દિવસ નવો હોય છે, એવામાં આજની મેચમાં કોણ કોના પર ભારે પડશે તે જોવાનું રસપ્રદ રહેશે. (All Photo Credit : PTI)

7 / 7

IPL ઈતિહાસના 2 સૌથી મોંઘા ખેલાડીઓ રિષભ પંત અને શ્રેયસ અય્યર વચ્ચેની ટક્કર મજેદાર રહેશે. ફેન્સને બંનેના પ્રદર્શનની સાથે તેમની કપ્તાનીમાં પણ ઘણો રસ છે. રિષભ પંત સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી કરો ક્લિક

Follow Us:
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા

આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે

આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ

કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું

ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !

ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ

g clip-path="url(#clip0_868_265)">