Women’s Health : મહિલાઓને પેટના નીચેના ભાગમાં દુખાવો એ PIDના લક્ષણ છે, જાણો આ રોગ શું છે?
જો કોઈ મહિલાને લાંબા સમયથી પેટની નીચેના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે. તો આ વાતને નજરઅંદાજ ન કરતા. કારણ કે, પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ (PID)ના લક્ષણો હોઈ શકે છે. પીઆઈડી રોગ શું છે અને તેને કેવી રીતે આનાથી બચી શકાય? ગાયનેકોલોજી ઓન્કોલોજી વિભાગના ડૉ. સલોની ચઢ્ઢા પાસેથી વધુ માહિતી જાણીએ.

જો કોઈ મહિલાને લાંબા સમયથી પેટની નીચેના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે. પ્રાઈવેટ પાર્ટમાંથી લીકેજની સમસ્યા થઈ રહી છે.

પીરિયડ અનિયમિત થઈ રહ્યા છે.તો આ વાતને હળવાશથી ન લેવી જોઈએ. કારણ કે,આ પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ (PID)ના લક્ષણો હોઈ શકે છે.

જો આ બિમારીની સમયસર સારવાર ન કરાવી તો તે વંધ્યત્વનું કારણ પણ બની શકે છે. પીઆઈડી શું હોય છે. તેના લક્ષણો શું છે તેમજ આનાથી કઈ રીતે બચી શકાય. આ વિશે આપણે ગાયનેકોલોજીસ્ટ પાસેથી વધુ માહિતી જાણીએ.

ડોક્ટરે જણાવ્યું કે, આ એક PID એક બેક્ટેરિયલ ચેપ છે જેને જો સમયસર અટકાવવામાં ન આવે તો તે સ્ત્રીઓની પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે અને વંધ્યત્વનું કારણ બની શકે છે. PID સામાન્ય રીતે અસુરક્ષિત શારિરીક સંબંધોના કારણે પુરુષમાંથી મહિલાના શરીરમાં થનારા બેક્ટેરિયલ ચેપથી થઈ શકે છે.

આ બેક્ટીરિયા, ફૈલોપિયન ટ્યુબ અને અંડાશય સુધી પહોંચે છે.તે ભાગમાં સોજો કે પછી સલંક્રમણ પણ ફેલાવે છે. જો સમયસર આની સારવાર ન કરી તો ફૈલોપિયન ટ્યુબ બ્લોક થઈ શકે છે. જેનાથી મહિલાને માતા બનવાની શક્યતા ઓછી થઈ શકે છે.

ડોક્ટરે જણાવ્યું કે, જો પેટના નીચેના ભાગમાં સતત દુખાવો રહેતો હોય. જો પ્રાઈવેટપાર્ટમાંથી સ્રાવ અને દુર્ગંધ આવતી હોય અથવા અનિયમિત પીરિયડ અને વધારે બ્લીડિંગ થાય તો આ PIDના લક્ષણો હોઈ શકે છે.પીઆઈડો જો લાંબો સમયસુધી રહે તો તે પ્રજનન અંગોને નુકસાન પહોંચાડી શકેછે.જેના કારણે ગર્ભાવસ્થાની શક્યતા ઘટી જાય છે.આ ઉપરાંત, પ્રાઈવેટ પાર્ટ્સની યોગ્ય રીતે સફાઈ ન કરવાથી પણ આ રોગ થઈ શકે છે.

PID બિમારીથી કઈ રીતે બચી શકાય તો. અસુરક્ષિત યૌન સંબંધથી બચવું જોઈએ. તેમજ પ્રાઈવેટ પાર્ટની સાફ સફાઈ રાખવી. તેમજ જો કોઈ સંક્રમણ હોય તો તેને હળવાથી ન લેવા જોઈએ. તરત ડોક્ટરનો સંપર્ક કરવો. આ સિવાય યોગ્ય ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી આ રોગથી બચી શકાય છે.

પીઆઈડીની સારવાર મોટે ભાગે એન્ટિબાયોટિક્સથી કરવામાં આવે છે. ચેપ સંપૂર્ણપણે મટાડવા માટે ડૉક્ટરની સલાહ મુજબ સંપૂર્ણ કોર્સ લેવો મહત્વપૂર્ણ છે. જો ચેપ ગંભીર બની ગયો હોય, તો તમારે સારવાર માટે ડોક્ટરની સલાહ અનુસરવી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































