Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મારુતિ અલ્ટોથી લઈને મહિન્દ્રાની થાર સુધીની કાર થશે આટલી મોંધી

આવતીકાલ 1 એપ્રિલથી દેશમાં 2025-2026નું નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ મારુતિની અલ્ટોથી લઈને મહિન્દ્રાની થાર સુધીની લગભગ તમામ કાર મોંઘી થવા જઈ રહી છે. ચાલો જાણીએ કાલથી કઈ કંપનીની કાર કેટલી મોંઘી થશે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2025 | 4:16 PM
દેશની સૌથી મોટી કાર કંપની Maruti Suzuki India, તેના ગ્રાહકોને આવતીકાલથી મોટો ઝટકો આપવા જઈ રહી છે. તમામ કંપનીઓમાં મારુતિએ કારની કિંમતોમાં સૌથી વધુ વધારો કર્યો છે. આવતીકાલથી મારુતિની કાર 4 ટકા મોંઘી થશે. આ રીતે, મારુતિ ફ્રૉન્ક્સની મૂળ કિંમતમાં 30,000 રૂપિયાનો વધારો થશે અને મારુતી વેગનઆરની મૂળ કિંમતમાં 22,000 રૂપિયાથી વધુનો વધારો થશે.

1 / 5
દેશની બીજી સૌથી મોટી કાર કંપની Hyundai Motor India પણ કિંમતો વધારવામાં મારુતિથી પાછળ રહી નથી. આવતીકાલથી કંપનીની કાર 3 ટકા મોંઘી થવા જઈ રહી છે. આ કારણે હ્યુન્ડાઈની પોપ્યુલર કાર Hyundai Cretaની કિંમતમાં 33,000 રૂપિયાથી વધુનો વધારો થઈ શકે છે.

2 / 5
SUV સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવતી Tata Motors અને Mahindra & Mahindra પણ આવતીકાલથી તેમની કારની કિંમતમાં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે ટાટા મોટર્સની સૌથી લોકપ્રિય ટાટા નેક્સનની મૂળ કિંમતમાં રૂ. 23,000થી વધુનો વધારો જોવા મળી શકે છે, ત્યારે મહિન્દ્રા થારની કિંમતમાં રૂ. 33,000થી વધુનો વધારો જોવા મળી શકે છે.

3 / 5
દેશની આ ટોપ સેલિંગ કાર કંપનીઓ ઉપરાંત હ્યુન્ડાઈની સિસ્ટર કંપની કિયા ઈન્ડિયાની કાર પણ આવતીકાલથી 3 ટકા મોંઘી થઈ જશે. જ્યારે BMW કાર 3 ટકા, ફોક્સવેગન કાર 1 થી 4 ટકા અને સ્કોડા ઓટો કાર 3 ટકા મોંઘી થશે. હોન્ડાએ પણ કારની કિંમતો વધારવાની વાત કરી છે, જ્યારે મર્સિડીઝ કારની કિંમતમાં 2 લાખથી 9 લાખ રૂપિયાનો વધારો થઈ શકે છે.

4 / 5
કંપનીઓનું કહેવું છે કે તેમના ખર્ચમાં વધારો થયો છે, તેથી તેઓ ભાવ વધારીને ગ્રાહકો પર કેટલોક બોજ નાખે છે.

5 / 5

ઓટોમોબાઈલ ક્ષેત્રના તમામ નાના મોટા સમાચાર સૌથી પહેલા જાણવા માટે આપ અમારા ઓટો મોબાઈલના આ ટોપિક પર ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">