માતા-પિતાનું 14મું સંતાન હતા ભીમરાવ, 9 ભાઈ-બહેનોનું થયું હતુ અવસાન, આવો છે પરિવાર
ભીમરાવની અનોખી પ્રતિભાથી પ્રભાવિત થઈને, તેમના શિક્ષકે તેમને આંબેડકર નામ આપ્યું. તો આજે આપણે બાબા સાહેબ આંબેડકરના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

ભીમરાવ આંબેડકર જીવનભર સમાજમાં થતા ભેદભાવ સામે લડત ચાલુ રાખી. ભારતીય લોકશાહીમાં તેમનું યોગદાન ભૂલી શકાય નહીં.તો આજે આપણે જાણીશું , ભીમરાવ આંબેડકરની પર્સનલ લાઈફ વિશે.

બંધારણના ઘડવૈયા આંબેડકરના વિચારે સમગ્ર વિશ્વમાં ભારતીય લોકશાહીની પ્રશંસામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે ભારતીય બંધારણ તૈયાર કર્યું. તે 2 વર્ષ 11 મહિના અને 17 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર ભારતમાં તેઓ દેશના પ્રથમ કાયદા પ્રધાન બન્યા હતા.

તેમનું પૈતૃક ગામ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના મંડનઘાડ તાલુકામાં આવેલું આંબ્રાવડે છે. તેમના પિતાનું નામ રામજી રાવ અને દાદાનું નામ માલોજી સકપાલ હતું.

બાબા સાહેબનું બાળપણનું નામ ભીમરાવ ઉર્ફ ભીમા હતુ. તેના પિતા રામજી રાવ સેનામાં નોકરી કરતા હતા. પિતા રામજી કબીર સંપ્રદાયના મોટા અનુયાયી હતા, જ્યારે તેમની માતા ભીમાબાઈ ગૃહિણી હતી.

ભીમરાવ પોતાના માતા-પિતાના 14 સંતાનમાં 11 છોકરીઓ અને 3 છોકરામાં સૌથી નાનું સંતાન હતુ. ભીમરાવ પહેલા 13 બાળકોમાંથી માત્ર 4 બાળકો બલરામ, આનંદરાવ , મંજુલા અને તુલસા જ જીવિત હતા. જ્યારે ભીમરાવના અન્ય ભાઈ-બહેનો અકાળે મૃત્યું પામ્યા હતા.

20 નવેમ્બર 1896માં 5 વર્ષની ઉંમરે માતાનું મૃત્યું થયું હતુ. ત્યારબાદ તેની ફઈ મીરાએ ચારેય બાળકોની દેખરેખ રાખી હતી. બાળપણથી ભીમરાવ હોશિયાર હતા. ભણવામાં પણ તેજસ્વી હતી. તેમની આ પ્રતિભા જોઈ તેના એક શિક્ષકે તેનું નામ આંબેડકર રાખ્યું હતુ.

1908માં, જ્યારે ભીમરાવ માત્ર 17 વર્ષના હતા, ત્યારે તેમના લગ્ન થયા. તેમના લગ્ન રમાબાઈ સાથે થયા.ત્યારે રમાબાઈ માત્ર 14 વર્ષના હતા. લગ્ન પછી પણ, ડૉ. ભીમરાવ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ ગયા અને પછી દેશમાં પાછા ફર્યા અને દેશની સેવા કરવાનું શરૂ કર્યું.

આજથી અંદાજે 69 વર્ષ પહેલા બાબા સાહેબ ડો ભીમરાવ આંબડકરે હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

ભીમરાવ આંબેડકર સાથે નાગપુરમાં 3.65 લાખ તેના સમર્થકોએ હિંદુ ધર્મ છોડ્યો હતો. આને ઈતિહાસમાં ધર્મ પરિવર્તનની સૌથી મોટી ઘટના માનવામાં આવી હતી.

6 ડિસેમ્બર,1956ના રોજ, તેમણે દુનિયાને અલવિદા કહ્યું, જે મહાનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરને 1990માં મરણોત્તર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

ઇંગ્લેન્ડથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ ભારત પાછા ફર્યા અને દલિતો અને પીડિત લોકોને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આખો દેશ તેમને સલામ કરે છે. ડૉ. ભીમરાવ આંબેડકરની પહેલી પત્ની રમાબાઈ હતી, જેમની સાથે તેમણે 1906માં લગ્ન કર્યા હતા, અને 1935માં રમાબાઈના મૃત્યુ પછી, તેમણે 1948માં ડૉ. સવિતા કબીર સાથે લગ્ન કર્યા હતા.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































