શિવસેના
શિવસેના મહારાષ્ટ્રમાં મહત્વનો પ્રાદેશિક રાજકીય પક્ષ છે. બાળાસાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના રોજ શિવસેનાની સ્થાપના કરી હતી. મનોહર જોશી શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પક્ષ પ્રમુખ બન્યા. 2019ની ચૂંટણીમાં શિવસેનાના 18 સાંસદો ચૂંટાયા હતા. જોકે, વિધાનસભા ચૂંટણી બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહા વિકાસ અઘાડી બનાવી અને સત્તા સ્થાને બેઠી. ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
પરંતુ અઢી વર્ષ બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કર્યો. શિંદેએ 40 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યો સાથે શિવસેના છોડી દીધી હતી. તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને સરકાર બનાવી. એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. જ્યારે શિવસેના કોની એ મામલો કોર્ટ સુધી પહોંચ્યો, શિંદે જૂથને પાર્ટીનું પ્રતીક આપવામાં આવ્યું. હાલ શિવસેના બે પક્ષમાં વહેંચાયેલી છે, એક ઉદ્ધવ ઠાકરે જુથ અને એક એકનાથ શિંદે જુથ છે.