Rent પર રહેતા લોકો માટે આવી ગયું પૈડાવાળું AC ! કોઈપણ ખૂણામાં રાખી ઠંડી હવા મેળવી શકશો
આ પૈડાવાળા ACને દિવાલ પર લગાવવાની અથવા કાયમી રીતે ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી પડતી . તેમાં વ્હીલ્સ હોય છે, જેથી તેને ઘરના કોઈપણ ખૂણામાં સરળતાથી લઈ જઈ શકાય.

ઉનાળો શરૂ થઈ ગયો છે અને આગામી દિવસોમાં તાપમાન 48 ડિગ્રીને આંબી જશે. આવી સ્થિતિમાં ઘણા લોકો પોતાના ઘરમાં એસી લગાવે છે.

આજે અમે તમને એક ખાસ AC વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પૈડાવાળુ હોય છે. તેને પોર્ટેબલ AC કહેવામાં આવે છે, તેને ઘરના કોઈપણ ખૂણામાં રાખી શકાય છે અને તમે ઠંડી હવાનો આનંદ માણી શકશો.

આ ACને વિન્ડોઝ AC અથવા Split ACની જેમ ઇન્સ્ટોલ કરવા માટે તોડફોડ કે દિવાલ પર લટકાવવાની જરૂર પડતી નથી. તમે પોર્ટેબલ ACને ઘરના કોઈપણ ખૂણામાં રાખી શકો છો.

પોર્ટેબલ AC ભાડે ઘર રાખીને રહેનારા લોકો માટે બેસ્ટ છે. તમે તેને તમારા ઘરના કોઈપણ રૂમ અથવા ડાઇનિંગ હોલમાં ઇન્સ્ટોલ કરી શકો છો. આ માટે તોડફોડ કરાવવાની જરૂર નથી.

પોર્ટેબલ ACમાં ગરમ હવાને ઘર કે રૂમમાંથી બહાર કાઢવા માટે પાઇપ આપવામાં આવે છે. તમે તે પાઈપ બારી અથવા દરવાજા સાઈડ રાખી શકો છો

પોર્ટેબલ એસી વાપરવા માટે ખૂબ જ સરળ છે. તેમાં વ્હીલ્સ હોવાથી તેને રૂમ કૂલરની જેમ કોઈપણ ખૂણામાં લઈ જઈ શકાય છે.

પોર્ટેબલ ACના માર્કેટમાં ખૂબ જ મર્યાદિત વિકલ્પો છે. પોર્ટેબલ AC મોટાભાગે બ્લુ સ્ટાર, ક્રોમા અને Cruise જેવી કંપની બનાવી રહી છે. તેમાં પણ બ્લુ સ્ટાર 1 ટન પોર્ટેબલ એસીની શરૂઆતની કિંમત 31 હજાર રૂપિયા છે. આ સિવાય કોઈ અન્ય કંપનીના પણ પોર્ટેબલ AC તમને 31 હજારથી 35 હજાર સુધી મળી જશે

પોર્ટેબલ AC 1 ટન અથવા 1.5 ટન ક્ષમતા સાથે આવે છે. તમે તમારા ઘરમાં જેટલા મોટા ACનો ઉપયોગ કરશો, તેટલું જ વધારે વીજળીનું બિલ આવશે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો



























































