IPL 2025 : હાર્દિક પંડયાએ રોહિત શર્માને ટીમમાંથી કર્યો બહાર, જાણો મુંબઈ ઈન્ડિયન્સે કેમ લીધો આ નિર્ણય
Kolkata Knight Riders vs Mumbai Indians : ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્માને બહાર કરવામાં આવ્યો હતો. ટોસ બાદ કેપ્ટન હાર્દિક પંડયાએ ટીમ જાહેર કરી ચોંકાવી દીધા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ નિર્ણય કેમ લીધો, જાણો આ આર્ટીકલમાં.

IPL 2025ની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ મોટા સમાચાર એ હતા કે રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં નહોતો. ટોસ બાદ કેપ્ટન હાર્દિક પંડયાએ ટીમ જાહેર કરી ચોંકાવી દીધા હતા.

વિલ જેક્સ મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો અને અશ્વિની કુમારને ડેબ્યૂ કરવાની તક મળી. જ્યારે રોહિત શર્માનો સમાવેશ ઈમ્પેક્ટ સબ્સ પ્લેયર્સની યાદીમાં થયો હતો.

હકીકતમાં મુંબઈ ઈન્ડિયન્સે એક રણનીતિ બનાવી હતી કે જો તેઓ ટોસ જીતીને પહેલા બોલિંગ કરશે, તો તેઓ રોહિત શર્માને એક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારશે.

વાનખેડેમાં પણ આવું જ બન્યું અને તેથી જ રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.

અહીં રણનીતિ ડાબા હાથના ઝડપી બોલર અશ્વિની કુમારનો ઉપયોગ કરવાની છે અને રોહિત શર્મા તેની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે.

જોકે, એ વાત ચોક્કસ છે કે મુંબઈને બોલિંગ દરમિયાન રોહિત શર્માની ફિલ્ડિંગ સેવાઓ મળશે નહીં.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન - રાયન રિકેલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર. ઈમ્પેક્ટ સબ્સ પ્લેયર્સ : રોહિત શર્મા, કોર્બિન બોશ, રાજ બાવા, રોબિન મિંજ, સત્યનારાયણ રાજુ. (All Photo Credit : PTI / X / MI)






































































