Rajkot : સાબુ બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયો મેજર કોલ, જુઓ Video
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં સાબુ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નવા ગામમાં આવેલી જે.કે. કોટેજ કંપનીમાં આગ લાગી છે. ભીષણ આગને પગલે નાસભાગ સર્જાઈ છે. કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં સાબુ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નવા ગામમાં આવેલી જે.કે. કોટેજ કંપનીમાં આગ લાગી છે. ભીષણ આગને પગલે નાસભાગ સર્જાઈ છે. કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.
આગને કારણે ફેકટરીમાં બ્લાસ્ટ થઈ રહ્યાં છે. ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો છે. ફેકટરીમાં મોટાપાયે જ્વલનશીલ કેમિકલ હોવાની શંકા છે. કેમિકલનો જથ્થો રોડ સુધી ધસી આવતા આગે વિકરાળ બની હતી.
કંપનીમાં લાગી ભીષણ આગ
આગ પર કાબુ મેળવવા માટે પાણીના મારા સાથે કેમિકલ ફોર્મનો પણ મારો ચલાવાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ફાયર જવાનો હાલ ઘટનાસ્થળે હાજર છે. દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના કે ઈજાગ્રસ્તના સમાચાર હાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આ ઘટના અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે શું આગ પર કાબુ મેળવવાના સાધનો ફેકટકીમાં હતા કે નહીં ? અહીં પ્રશ્નએ પણ છે કે એક સાબુ બનાવતી ફેકટરીમાં આટલી મોટી માત્રામાં જવલનશીલ કેમિકલ ક્યાંથી આવ્યું ? જો કે ફાયર વિભાગના કર્મચારીઓની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે.