Travel with Tv9 : ડાયમંડ સિટી સુરતની જોવો ‘સુરત’ ! એક દિવસમાં એક નહીં, આટલા સ્થળોની લો મુલાકાત
ઉનાળાની રજાઓમાં મોટાભાગના લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. કેટલાક લોકો પરિવાર સાથે ટ્રીપ પ્લાન કરતા હોય છે. તો કેટલાક લોકો મિત્રો સાથે ફરવા જવાનું વિચારતા હોય છે. તમે સુરતના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

સુરતમાં ફરવા જવા માટે પ્લાન કરી રહ્યાં છો તો તમારે ડુમસ બીચની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. બીચ પર તમે સૂર્ય ઉદય અને સૂર્યાસ્તનો સુંદર નજારો જોઈ શકો છો.

સરથાણા નેચર પાર્કની મુલાકાત પણ તમે લઈ શકો છો. પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવા માટે અને પ્રાણીઓ અને પક્ષીઓને જોવા માટે આ જગ્યા ખૂબ સરસ છે. તેમજ અહીં શાંત વાતાવરણ મળી શકે છે.

સુરતમાં આવેલો સુરતના કિલ્લાની પણ તમે મુલાકાત લઈ શકો છો. મોગલોએ બનાવેલા આ ઐતિહાસિક કિલ્લો તાપી નદીના કિનારે આવેલું છે. જેથી ત્યાંનો નજારો પણ ખૂબ જ સુંદર છે.

સુરતમાં આવેલા ગોપી તળાવની પણ તમે મુલાકાત લઈ શકો છો. આ તળાવ પર આરામ કરવા માટે એક શાંતિપૂર્ણ સ્થળ છે. તમે બોટ સવારીનો આનંદ પણ લઈ શકો છો.

સુરતનું ટેક્સટાઈલ માર્કેટ દેશભરમાં ખૂબ જ પ્રચલિત છે. સુરતમાં કાપડ ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલો છે. સુંદર કાપડ, રેશમ અને પરંપરાગત પોશાકની ખરીદી કરવા માટે ધમધમતા બજારોની મુલાકાત લઈ શકો છો.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

































































