આજનું હવામાન : કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા કમોસમી વરસાદી ઝાપટા પડશે.એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં 40થી 45 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા કમોસમી વરસાદી ઝાપટા પડશે.એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં 40થી 45 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં કમોસમી વરસાદ પડશે. માવઠાનો આ સિલસિલો 4 એપ્રિલ સુધી યથાવત રહે તેવી શક્યતા. તેમજ 4 એપ્રિલે કેટલાક વિસ્તારમાં વાવાઝોડાની સાથે વરસાદ આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
બીજી તરફ અમદાવાદ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મહેસાણા, નર્મદા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમરેલી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ
