1 એપ્રિલ 2025

શું રોહિત શર્મા  મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર થશે?

સોમવારે મુંબઈએ કોલકાતાને હરાવીને IPL 2025માં પોતાની પહેલી જીત નોંધાવી પરંતુ રોહિત શર્મા નિષ્ફળ ગયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ ફક્ત 13 રન બનાવ્યા. પહેલી મેચમાં તેનું ખાતું પણ ખુલ્યું ન હતું. તે 3 મેચમાં 21 રન જ બનાવી શક્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એવી અટકળો છે કે જો રોહિત આ રીતે ખરાબ પ્રદર્શન કરતો રહેશે તો તેને પ્લેઈંગ 11 માંથી બહાર કરવામાં આવી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સિઝનમાં રોહિત શર્મા પહેલીવાર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો. તો શું ભવિષ્યમાં તેની આ ભૂમિકા પણ સમાપ્ત થઈ જશે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા પોતે બહાર બેસી શકે છે અને સારી વાત એ છે કે મુંબઈ પાસે પણ રોહિતનું સ્થાન લેવા તૈયાર ખેલાડીઓનો વિકલ્પ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો રોહિત બહાર બેસે છે,  તો વિલ જેક્સ રોહિતની જગ્યાએ ઈનિંગની શરૂઆત કરી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નમન ધીર પણ એક ટોપ  ઓર્ડરનો બેટ્સમેન છે. યુવા બેટ્સમેન કૃષ્ણન શ્રીજીત પણ એક સારો વિકલ્પ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મુંબઈ ઈન્ડિયન્સ પોતાની આગામી મેચ 4 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM