લક્ષદ્વીપ જઈ રહ્યો છો તો જમવાનું ટેંશન છોડ, આ વેજિટેરિયન ફુડનો ટેસ્ટ કરી આંગળા ચાટતા રહી જશો
લક્ષદ્વીપમાં તમે સુંદર અને સ્વચ્છ પાણીના બીચ સાથે અદ્ભુત સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકો છો. આ સાથે તમે અનેક વોર્ટર સ્પોર્ટની પણ મજા લઈ શકો છો. લક્ષદ્વીપ જવાનો તમે પ્લાન કરી રહ્યા છો તો આ આઈલેન્ડ વિશે તમામ જાણકારી લો,

લક્ષદ્વીપ અરબ સાગરની મધ્યમાં દ્વીપોનો સમુહ છે. જે પોતાની સુંદરતા અને સ્વચ્છતા માટે પ્રખ્યાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ ચર્ચાનો વિષય બન્યો છે.સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની લોકપ્રિયતા વધતા લોકો આ સ્થળ પર જવા માટે વધુ આકર્ષિત થઈ રહ્યા છે. અહિ તમે સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફુડની સાથે વોર્ટર સ્પોર્ટની મજા લઈ શકો છો. તો ચાલો જાણીએ લક્ષદ્વીપમાં તમે કઈ કઈ વસ્તુઓની મજા લઈ શકો છો.

લક્ષદ્વીપના સમુદ્ર તટ પોતાના સફેદ રેતી અને ચોખ્ખા પાણી માટે મશહુર છે. અહિ તમને ઘણા એવા ટાપુઓ જોવા મળશે જે દુનિયાભરના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. પ્રવાસી આકર્ષણ હોવા છતાં, તમે અહીં ખૂબ ઓછી ભીડ જોવા મળશે. જો તમે ભીડથી દૂર તમારા વેકેશનનો આનંદ માણવા માંગો છો, તો આ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ છે.

વોટર સ્પોર્ટ્સનો આનંદ પણ માણી શકો છો. વોટર સ્પોર્ટસ પ્રેમીઓ માટે આ સ્થળ કોઈ જન્નતથી ઓછી નથી. શાંત અને ચોખ્ખા પાણીમાં વોટર સ્પોર્ટસની મજા લઈ શકો છો. આ સાથે તમે સ્કૂબા ડાઈવિંગની મજા પણ લઈ શકો છો.

આ ટાપુ પર તમે ખુબ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફુડની પણ મજા લઈ શકો છો. તમારા બજેટ મુજબ અહિ લોકલ ફુડ પણ ટેસ્ટ કરી શકો છો. આ નોન વેજિટેરિયન ફુડ સિવાય, તમને અહીં વેજિટેરિયન ફુડના ઘણા વિકલ્પો મળશે જેમાં અપ્પમ, ઉત્પમ, મલબાર પરાઠા, મેદુ વડાનો સમાવેશ થાય છે. (all photo :lakshadweep.gov)

મિનિકોય એ લક્ષદ્વીપનું સૌથી દક્ષિણનું ટાપુ છે, આ કોચ્ચિના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સ્થિત છે. આ ટાપુ પર સૌથી જુનું હાઉસ છે. જેનું નિર્માણ 1885માં કરવામાં આવ્યું હતુ. અહિ તમે નાળિયરના ઝાડ અને સાથે ટૂના કૈનિંગ ફ્રેક્ટ્રી , લાઈટ હાઉસ અને સાથે લોન્ગ ડ્રાઈવની મજા પણ લઈ શકો છો.

































































