WhatsApp પર નંબર સેવ કર્યા વગર કેવી રીતે કરશો Call? 99% લોકો નથી જાણતા આ ટ્રિક
અગાઉ નંબર સેવ કર્યા વગર વોટ્સએપ કોલ કરવામાં મુશ્કેલીઓ આવતી હતી. આ માટે પહેલા ફોનમાં નંબર સેવ કરવો પડતો, તે બાદ જ તમે વોટ્સએપ કોલ કે મેસેજ કરી શકતા હતા. પરંતુ હવે વોટ્સએપે આ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે.

WhatsApp નો ઉપયોગ દેશભરના મોટાભાગના લોકો કરે છે. પરંતુ અગાઉ નંબર સેવ કર્યા વગર વોટ્સએપ કોલ કરવામાં મુશ્કેલીઓ આવતી હતી. આ માટે પહેલા ફોનમાં નંબર સેવ કરવો પડતો, તે બાદ જ તમે વોટ્સએપ કોલ કે મેસેજ કરી શકતા હતા. પરંતુ હવે વોટ્સએપે આ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. જેમ મોબાઈલમાં નંબર ડાયલ કરીને કોલ કરવામાં આવે છે તેવી જ રીતે હવે તમે નંબર સેવ કર્યા વગર સીધા વોટ્સએપ પરથી કોલ કરી શકો છો.

આ માટે સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો. હવે કૉલિંગ વિભાગ પર જાઓ. આ પછી ઉપરના ‘+’ આઇકોન પર ટેપ કરો. હવે 'કોલ અ નંબર' વિકલ્પ પસંદ કરો. હવે સ્ક્રીન પર ડાયલિંગ પેડ ખુલશે.

નંબર દાખલ કર્યા પછી, તમે ચકાસી શકો છો કે તે WhatsApp પર ઉપલબ્ધ છે કે નહીં. આ પછી તમે સીધો કોલ કરી શકો છો.

આ સિવાય તમે બીજી પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે નંબર છે અને તમે તેને સેવ કર્યા વિના કૉલ કરવા માગો છો, તો આ બ્રાઉઝર દ્વારા પણ શક્ય છે.

સૌથી પહેલા તમારા ફોનનું બ્રાઉઝર જેમ કે ક્રોમ ઓપન કરો. આ પછી, એડ્રેસ બારમાં https://wa.me/91XXXXXXXXXX ટાઇપ કરો . હવે ગો દબાવો અને WhatsApp ખોલો. હવે તમે કોલ અથવા મેસેજ કરી શકો છો.

વોટ્સએપનું આ નવું ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે કે જેઓ નવા નંબરોથી વારંવાર ચેટ કરવા અથવા કોલ કરવા માગે છે પરંતુ તેમને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરવા નથી માંગતા.

આ સુવિધા ડિલિવરી એજન્ટ્સ, હોટલ, ગ્રાહક સપોર્ટ અથવા અન્ય અસ્થાયી નંબરો માટે ખૂબ જ ઉપયોગી થશે. WhatsApp સતત નવા ફીચર્સ લાવીને યુઝર્સના અનુભવને સુધારી રહ્યું છે. હવે નંબર સેવ કર્યા વગર ડાયરેક્ટ કોલ કરવાનું ઝડપી, સરળ અને સુવિધાજનક બની ગયું છે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

































































