બે SIM CARD ધરાવતા યુઝર્સ માટે BSNLનો બેસ્ટ પ્લાન ! 200થી પણ ઓછી કિંમતમાં 70 દિવસની વેલિડિટી
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના સસ્તા રિચાર્જ પ્લાને Jio, Airtel અને Vi કંપનીઓનું ટેન્શન અનેક ગણું વધારી દીધું છે. કારણ કે જ્યારથી રિચાર્જ પ્લાન મોંઘા થયા છે ત્યારથી BSNL ઘણા સસ્તા પ્લાન રજૂ કર્યા છે.

જ્યારથી ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે, ત્યારથી ઘણા લોકો સરકારી ટેલિકોમ કંપની BSNL તરફ વળ્યા છે. હવે યૂઝર્સ લાંબી વેલિડિટીવાળા પ્લાનને મહત્વ આપી રહ્યા છે અને જે વધુ દિવસો સુધી એક્ટિવ રહે છે. આ જ કારણ છે કે હવે કરોડો મોબાઈલ યુઝર્સ સરકારી ટેલિકોમ કંપની BSNLના રિચાર્જ પ્લાનને પસંદ કરી રહ્યા છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના સસ્તા રિચાર્જ પ્લાને Jio, Airtel અને Vi કંપનીઓનું ટેન્શન અનેક ગણું વધારી દીધું છે. કારણ કે જ્યારથી રિચાર્જ પ્લાન મોંઘા થયા છે ત્યારથી BSNL ઘણા સસ્તા પ્લાન રજૂ કર્યા છે.

BSNL તેના ગ્રાહકોને માત્ર 197 રૂપિયામાં 70 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે. જેમ કે અમે પહેલા કહ્યું હતું કે આ પ્લાન એવા ગ્રાહકો માટે શ્રેષ્ઠ પ્લાન છે જેમને ઓછા કોલિંગ અને ડેટાની જરૂર છે.

BSNL તેના ગ્રાહકોને લિમિટ સાથે કોલિંગ અને ડેટા ઓફર કરે છે. આમાં, તમને રિચાર્જના પ્રથમ 15 દિવસ માટે તમામ નેટવર્ક્સ પર અમર્યાદિત મફત કૉલિંગ આપવામાં આવે છે. આઉટગોઇંગ 15 દિવસ પછી બંધ થઇ જશે પરંતુ આ ઇનકમિંગ સર્વિસ 70 દિવસ સુધી રહેશે.

ફ્રી કોલિંગની જેમ ડેટાની પણ મર્યાદા છે. BSNLના 197 રૂપિયાના પ્લાનમાં તમને પ્રથમ 15 દિવસ માટે કુલ 36GB ડેટા મળે છે. મતલબ કે તમે દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. પ્લાનમાં તમને ફ્રી કોલિંગ અને ડેટા તેમજ ફ્રી SMS મળે છે. પરંતુ આમાં પણ 15 દિવસની મર્યાદા છે. તમે 15 દિવસ માટે દરરોજ 100 ફ્રી SMS નો ઉપયોગ કરી શકો છો.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

































































