IND vs NZ Champions Trophy 2025 Final : ફાઈનલ મેચ પહેલા રોહિત શર્માનો સૌથી શરમજનક રેકોર્ડ બન્યો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.ન્યુઝીલેન્ડના કેપ્ટને ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે. ભારતીય ટીમ બોલિંગ કરતી જોવા મળશે.

ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. બંન્ને ટીમ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ક્રિકેટ ચાહકોની નજર છે.રોહિત શર્મા સતત 15મી વખત ટોસ હાર્યો છે.

ODIમાં સતત સૌથી વધુ ટોસ હારનાર કેપ્ટનની વાત કરીએ તો 12 વખત બ્રાયન લારા, પીટર બોરેન 11, રોહિત શર્મા 11ના નામે છે. રોહિત શર્મા ટોસ હારી ગયો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

જો કે, ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ હારીને પહેલા ફિલ્ડીંગ કરશે. રોહિત શર્માનું માનવું છે કે તેને આનાથી કોઈ સમસ્યા નથી, તે તેના માટે તૈયાર છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ દુબઈમાં ત્રણ વખત સ્કોરનો પીછો કરીને મેચ જીતી હતી.

ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવનાર પ્લેઇંગ ઇલેવન જ ફાઇનલમાં પ્રવેશી શકી છે. મતલબ કે ટીમ ઈન્ડિયા ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી રહી છે.

ભારતીય કેપ્ટન જેણે ODI ક્રિકેટના ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી વધુ ટોસ હાર્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના રેકોર્ડની બરાબરી કરી. લારાએ ODI ક્રિકેટમાં સતત 12 ટોસ હાર્યા હતા.

નોંધનીય છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલથી ભારતીય ટીમ ટોસ હારી રહી છે અને આ ટ્રેન્ડ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































