છોટાઉદેપુરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરુ, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
છોટાઉદેપુરમાં આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય તે માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ખાનગી વેપારીઓને સસ્તા ભાવે તુવેર વેચવી પડતી હોવાથી અને ખેડૂતોને પુરતા ભાવ ન મળતા સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનું સેન્ટર શરૂ કરવામા આવ્યું.
છોટાઉદેપુરમાં આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય તે માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ખાનગી વેપારીઓને સસ્તા ભાવે તુવેર વેચવી પડતી હોવાથી અને ખેડૂતોને પુરતા ભાવ ન મળતા સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનું સેન્ટર શરૂ કરવામા આવ્યું.જેમાં સરકાર દ્વારા 7 હજાર 550નો ભાવ નક્કી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આજે તુવેરના વેપારીઓ 6 હજાર 500માં ખરીદતા હોવાથી ખેડૂતોને સીધો ફાયદો થશે.
ખેડૂતોને થશે સીધો ફાયદો
બોડેલી ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સંખેડા અને છોટાઉદેપુરના ભાજપ પ્રમુખે ઉમેશ રાઠવા પણ હાજર રહ્યાં હતા. આ સેન્ટરથી ખેડૂતોને તેમના માલ માટે યોગ્ય ભાવ મળી રહેશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે સાથે દૂર સુધી ધક્કો પણ નહીં ખાવો પડે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
