Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આકરી ગરમી માટે થઈ જજો તૈયાર, રાજ્યના 13 જિલ્લાઓમાં હીટવેવની આગાહી

ગુજરાતમાં ગરમી મચાવશે કહેર. આગામી 100 કલાક ગરમીનો પારો હાઇ રહેશે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના 13 જિલ્લાઓમાં હીટવેવ રહેશે. જેના કારણે તાપમાન 42 ડિગ્રી સુધી પણ જઇ શકે છે. જો કે 14 માર્ચથી થોડી રાહત મળવાની શકયતાઓ છે.

ગુજરાતમાં આકરી ગરમી માટે થઈ જજો તૈયાર, રાજ્યના 13 જિલ્લાઓમાં હીટવેવની આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2025 | 2:16 PM

ગુજરાતવાસીઓએ ગરમીનો પ્રકોપ સહેવા માટે હવે તૈયાર રહેવુ પડશે. રા્જ્યમાં 10 માર્ચથી 13 જિલ્લાઓમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. આકાશમાંથી અગ્નિવર્ષા થવાની તૈયારી છે. માર્ચ મહિના 9 દિવસ બાદ હવે ગરમી તેનો અસલી પરચો બતાવશે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક ગરમી ખુબ જ આકરી રહેશે. હવામાન વિભાગે આગ વરસાવતી ગરમીની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હિટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેશે.

અમદાવાદ, રાજકોટ, કચ્છ, જૂનાગઢમાં યલો એલર્ટ રહેશે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વલસાડ અને સુરતમાં પણ યલો એલર્ટ રહેશે.

આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે. માર્ચની શરૂઆતથી જ ગરમીનો પારો અમદાવાદ શહેરમાં 36થી 37 ડિગ્રી જોવા મળ્યો હતો. જો કે હવે ગુજરાતાના અનેક શહેરોમાં ગરમી 40 થી 42 ડિગ્રી પહોંચશે.

KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ
શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં બરફ પડ્યો હતો. બરફને કારણે પવનો ઉત્તર ભારતથી સીધા આવ્યા હતા. જેને પરિણામે ગરમીની વચ્ચે ઠંડા પવનો અનુભવાયા હતા. હવે આ ઠંડા પવનોમાં બદલાવ આવવાનો છે, કારણ કે એક સિસ્ટમ ઉત્તર ભારતમાં અસર કરવાની છે. આ સિસ્ટમને કારણે પવનો પહેલા સીધી દિશામાંથી આવતા હતા એને બદલે તેની દિશામાં ફેરફાર થશે.આ ફેરફારને લીધે તાપમાનમાં વધારો નોંધાશે અને કચ્છ ભુજ, સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલીના વિસ્તારો અને અમદાવાદ, ગાંધીનગર, પાટણના વિસ્તારોમાં ગરમી વધી શકે છે. આ વિસ્તારોમાં 38 ડિગ્રીથી વધુ ગરમી પડી શકે છે. જ્યારે સામા પક્ષે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી ઓછી પડશે પરંતુ એને બદલે ગરમ અને ભેજવાળુ વાતાવરણ થશે, જેને કારણે સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાશે.

13 માર્ચ સુધી રાજ્યમાં ગરમી કહેર મચાવી શકે છે. જો કે બાદ 14 માર્ચથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહીં અનેક વિસ્તારોમાં માવઠાની પણ શકયતાઓ છે. જો કે હાલ તો આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત સાથે કચ્છમાં ગરમી કહેર મચાવી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">