Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy : વિરાટ કોહલી ફાઈનલમાં નિષ્ફળ ગયો અને ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન પહોંચાડ્યું

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલમાં વિરાટ કોહલીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ન્યુઝીલેન્ડ સામે માત્ર 1 રન બનાવીને તે આઉટ થયો હતો. એટલું જ નહીં, આઉટ થતા પહેલા કોહલીએ ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન પણ પહોંચાડ્યું હતું.

| Updated on: Mar 09, 2025 | 9:24 PM
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં વિરાટ કોહલી પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ હતી. આ મહત્વપૂર્ણ મેચમાં દરેક વ્યક્તિ મોટી ઈનિંગની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ન્યુઝીલેન્ડ સામે 252 રનનો પીછો કરતી વખતે તે ખરાબ રીતે નિષ્ફળ ગયો.

1 / 5
ફાઈનલ મેચમાં કોહલી માત્ર 1 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. 20મી ઓવરમાં માઈકલ બ્રેસવેલે તેને આઉટ કર્યો હતો. બ્રેસવેલના પહેલા બોલ પર કોહલીએ ફ્લિક શોટ રમવાનો પ્રયાસ કર્યો અને તે LBW થયો. એટલું જ નહીં, તેણે ટીમ ઈન્ડિયાને પણ મોટું નુકસાન પહોંચાડ્યું.

2 / 5
ખરેખર, માઈકલ બ્રેસવેલનો બોલ કોહલીના બેક પેડ પર વાગ્યો હતો. કિવી ટીમે અપીલ કરતાની સાથે જ અમ્પાયરે સિગ્નલ આઉટ આપી દીધો. તે સ્પષ્ટ બહાર દેખાતો હતો, પણ કોહલીએ રોહિત શર્મા સાથે વાત કરી અને રિવ્યૂ લીધો. જોકે, તેનો કોઈ ફાયદો થયો નહીં. રિપ્લેમાં બોલ સીધો મિડલ સ્ટમ્પ પર અથડાતો દેખાયો હતો. આ રીતે, કોહલીના કારણે ભારતને એક રિવ્યૂ ગુમાવવો પડ્યો.

3 / 5
વિરાટ કોહલી એક મોટો ખેલાડી છે. તે ICC ટુર્નામેન્ટમાં તેના મજબૂત પ્રદર્શન માટે જાણીતો છે, પરંતુ આંકડા દર્શાવે છે કે ફાઈનલમાં તેનું બેટ શાંત રહે છે. વિરાટ કોહલી ભારત તરફથી રમતા 10 ICC ODI ફાઈનલ રમ્યો છે. જેમાં તે 23.22ની એવરેજથી ફક્ત 209 રન જ બનાવી શક્યો છે. કોહલીએ આ 10 ઈનિંગ્સમાં ફક્ત 1 અડધી સદી ફટકારી છે. ICC ફાઈનલમાં કોહલીના એકંદર રેકોર્ડની વાત કરીએ તો, તેણે 11 ઈનિંગ્સમાં 411 રન બનાવ્યા છે.

4 / 5
કોહલી 2011ના વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં 35, 2013 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં 43, 2014ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં 77, 2017માં પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં માત્ર 5 રન, WTC 2021ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 44 અને 13 રન, WTC 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 49 અને 14 રન, જ્યારે 2023ના ODI વર્લ્ડ કપમાં કોહલીએ 54 રન અને 2024ના T20 વર્લ્ડ કપ ફાઈનલમાં 76 રન બનાવ્યા હતા. (All Photo Credit : PTI)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરી ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">