IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ દરમ્યાન ભારતીય ટીમે કરેલી આ ત્રણ મોટી ભૂલ પડશે મોંઘી !
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ ભારતીય ટીમની કેટલીક ભૂલ તેમણે ભારે પડે શકે તેમ છે.

ન્યૂઝીલેન્ડે ફક્ત 7 ઓવરમાં 50 રન બનાવ્યા, રચિન રવિન્દ્ર અને વિલ યંગે ફક્ત 42 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી. રચિન રવિન્દ્રને ચાલુ મેચમાં ત્રણ જીવનદાન મળ્યા છે.

મોહમ્મદ શમી ઘાયલ થયો છે. 6 થી ઓવરના ત્રીજા બોલ પર રચિન રવિન્દ્રએ ફટકારેલ બોલને પકડવાનો પ્રયાસ કરતી વખતે, બોલ તેની આંગળી પર વાગ્યો અને લોહી નીકળવા લાગ્યું. થોડી વાર મેચ બંધ કરી દેવામાં આવી છે.

આ બાદ રચિન રવિન્દ્રને ફરી એક વાર જીવન મળ્યું. 7 ઓવરમાં શ્રેયસ ઐયરે વરુણ ચક્રવર્તીનો કેચ છોડી દીધો. અગાઉ, અમ્પાયરે તેને કેચ આઉટ આપ્યો હોવાથી તેને DRS દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.

વરુણ ચક્રવર્તી પણ મોંઘો સાબિત થયો છે. પહેલી ઓવરમાં 11 રન અપાવ્યા. ચક્રવર્તીએ પહેલા જ બોલમાં વાઈડ ફેંક્યો.

ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ મેચમાં રાચીન રવીન્દ્રને ત્રણ વાર જીવનદાન મળતા હવે ભારત માટે આ ખેલાડી ઘાતક સાબિત થઈ શકે છે. 8મી ઓવરમાં શ્રેયસ ઐયરે મિડવિકેટ પર તેનો કેચ છોડી દીધો. આ જ ઓવરમાં, રિવ્યૂ લઈને તેને આઉટ થવાથી બચાવી લેવામાં આવ્યો.

મહત્વનું છે કે આ બાદ કુલદીપ યાદવે પોતાની પહેલી ઓવરના પહેલા બોલ પર રચિન રવિન્દ્રને બોલ્ડ આઉટ કર્યો. ગુગલી બોલ તે રમી ન શક્યો. રચિન 29 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. (All Image - BCCI)
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડની થશે ટક્કર, ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક






































































