IIFA 2025 : બ્રેકઅપના 18 વર્ષ બાદ ગળે લાગ્યા કરીના કપૂર અને શાહિદ કપૂર, જુઓ વીડિયો
જયપુરમાં ચાલી રહેલા IIFAમાં એક એવો નજારો જોવા મળ્યો કે જેમણે તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. અત્યારે તો IIFA કરતા આ વીડિયોની વધારે ચર્ચા થઈ રહી છે. IIFAની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરીના કપૂર ખાન, શાહિદ કપૂરને ગળે લાગતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વર્ષે આઈફા એવોર્ડ સમારોહનું આયોજન રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. આ સમારોહમાં બોલિવૂડની હસ્તીઓ રાજસ્થાન પહોંચી રહી છે. ત્યાંનાં ફોટો અને વીડિયો સોશિયલ પર વાયરલ થઈ રહ્યા છે. સમારોહ પહેલા જયપુરમાં બોલિવુડ સ્ટારની એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. જેમાં અનેક સ્ટાર જોવા મળ્યા હતા. ત્યારે જયપુરમાં IIFA 2025ની પ્રેસ કોન્ફરન્સમાં બી-ટાઉન એક્સ કપલ કરીના કપૂર અને શાહિદ કપૂર એકબીજાને ગળે લાગતા જોવા મળ્યા હતા.ત્યારબાદ બંન્ને હસીને વાતો પણ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
કરીના શાહિદને ગળે લાગી
જબ વી મેટમાં તેમની કેમિસ્ટ્રીથી સ્ક્રીન પર આગ લગાડનાર બે પૂર્વ પ્રેમીઓ એકબીજાને ગળે લાગતા અને બધાની સામે એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. જેને જોઈ બંન્નેના ચાહકો ખુબ ખુશ થયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.બંનેની આ મુલાકાતે તેમના ચાહકોને તેમના ઓન-સ્ક્રીન રોમાંસની યાદ અપાવી હતી. આ દરમિયાન બંન્ને ખુબ કમ્ફટેબલ પણ જોવા મળી રહ્યા હતા.તમને જણાવી દઈએ કે, બ્રેકઅપ બાદ શાહિદ-કરીનાએ ઉડતા પંજાબમાં સાથે કામ કર્યું હતુ. પરંતુ ફિલ્મમાં બંન્ને એક સાથે જોવા મળ્યા ન હતા.
View this post on Instagram
બંન્નેની જોડી ચાહકોને ખુબ પસંદ આવી
તમને જણાવી દઈએ કે, જબ વી મેટમાં બંન્નેની જોડી ચાહકોને ખુબ પસંદ આવી હતી. આ સાથે આ ફિલ્મ ખુબ હિટ ગઈ હતી. ફિલ્મના રિલીઝ પહેલા બંન્નેના બ્રેકઅપના સમાચાર વાયરલ થયા હતા. તેમ છતાં બંન્નેની ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી હતી. બ્રેકઅપ બાદ કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને 2 બાળકોની માતા છે. જ્યારે શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા તે પણ 2 બાળકોનો પિતા છે.
