પંખો કરી રહ્યો છે કિચૂડ કિચૂડ અવાજ ? આ રીતે મીનિટોમાં કરો ઠીક
ઘણીવાર પંખા જૂના થવાના કારણે તેમાથી કિચૂડ કિચૂડનો અવાજ નિકળવા લાગે છે, જે મોટાભાગના ઘરોની આ મોટી સમસ્યા છે. ક્યારેક પંખો એટલો જોરદાર અવાજ કરે છે કે જેના અવાજથી ઊંઘ પણ બગડે છે. ત્યારે ચાલો જાણીએ આ સ્થિતિમાં શું કરવું જોઈએ

ગરમીની શરુઆત થઈ ગઈ છે ત્યારે હાલ દરેક ઘરમાં પંખા ધમધોકાર ચાલતા હોય છે.

ત્યારે ઘણીવાર પંખા જૂના થવાના કારણે તેમાથી કિચૂડ કિચૂડનો અવાજ નિકળવા લાગે છે, જે મોટાભાગના ઘરોની આ મોટી સમસ્યા છે.

ક્યારેક પંખો એટલો જોરદાર અવાજ કરે છે કે જેના અવાજથી ઊંઘ પણ બગડે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેનાથી કંટાળીને પંખો બદલી નાખે છે. પરંતુ હકીકતમાં ઘણા જૂના પંખાને સર્વિસ કરીને પણ ઠીક કરી શકાય છે

સીલિંગ ફેનના બ્લેડ પર ઘણી વખત ધૂળ જમા થાય છે, જેના કારણે પંખો ચાલતી વખતે અવાજ કરે છે. આવી સ્થિતિમાં સીલિંગ ફેનની બ્લેડને સાફ કરવાથી પંખામાંથી આવતો અવાજ બંધ થઈ જશે.

સીલિંગ ફેનના બ્લેડ સાથે જોડાયેલા સ્ક્રૂ પણ ક્યારેક ઢીલા પડી જાય છે. આ કારણે પણ પંખો અવાજ કરવા લાગે છે, આથી તમે બ્લેડમાં સ્ક્રૂ ટાઈટ કરી શકો છો

પંખાની મોટર બગડવાના કારણે પણ પંખો અવાજ કરવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ટેકનિશિયન પાસે સીલિંગ ફેનની મોટર ચેક કરાવી શકો છો.

ઘણી વખત પંખાના પાંખીયા નમી ગયા હોય ત્યારે પણ તેમાંથી અવાજ આવવા લાગે છે. આવી સ્થિતિમાં પંખા અને તેના પાંખીયાને સીધા કરો

ક્યારેક સીલિંગ ફેનમાં ઓઈલ સુકાઈ જવાને કારણે પણ પંખો અવાજ કરે છે. આવી સ્થિતિમાં, પંખાના તમામ ભાગોમાં થોડું તેલ ઉમેરો.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

































































