Breaking News : દહેગામમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ નીકળેલા સરઘસમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો, 15થી વધુ વાહનોમાં તોડફોડ, જુઓ Video
ગાંધીનગર: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની વિજયી દોડ બાદ દહેગામના કસ્બા વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે પરાજિત કરી ત્રીજું ટાઇટલ જીત્યું હતું, જે બાદ શહેરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું. જો કે, સરઘસ દરમિયાન તણાવ ઉભો થતા પથ્થરમારાની ઘટના બની હતી.

ઘર્ષણ વકરી જતા પથ્થરમારો શરૂ થયો, જેમાં 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી. માર્ગ પર ઊભેલી કેટલીક ગાડીઓને પણ નુકસાન પહોંચાડાયું. બે વ્યક્તિઓ પર લાકડી વડે હુમલા થયા હોવાની પણ વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારના વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી, અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો.
પોલીસ દળો ઘટના સ્થળે દોડી ગયા
જ્યારે સ્થિતિ બગડતી જોવા મળી, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દહેગામ પહોંચ્યા અને મોટી સંખ્યામાં પોલીસ દળોની તૈનાતી કરવામાં આવી. પોલીસે ટોળાને વિખેરવા પ્રયત્નો કર્યા અને વધતા તણાવને કારણે અશાંત વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
હાલ સ્થિતિ અંશતઃ કાબૂમાં
પ્રશાસન દ્વારા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. હાલમાં સ્થિતિ અંશતઃ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તાર હજુ પણ સંવેદનશીલ છે. સ્થાનિકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ