IND vs NZ Champions Trophy 2025 Final : આજે વિરાટ કોહલીને મળશે 17 વર્ષની મહેનતનું ફળ
ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે ખુબ ખાસ રહેવાની છે. એક ખાસ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લેશે. જેમાં ભારત તરફથી અત્યારસુધી સચિન તેડુલકરનું નામ સામેલ છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 9 માર્ચ રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો શાનદાર ફોર્મમાં છે પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ મજબૂત દાવેદાર છે.

ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચ આજે 9 માર્ચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે ખુબ ખાસ રહેશે. આ મેચ રમતાં જ વિરાટ કોહલી અનેક મોટા રેકોર્ડ તોડશે.

વિરાટ કોહલીએ 2008માં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. ત્યારથી લઈ અત્યારસુધી ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વનો ખેલાડી રહ્યો છે.ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર આ મેચ તેના કરિયરની 550મી ઈન્ટરનેશનલ મેચ હશે. આટલી મેચ રમનાર બીજો ભારતીય ખેલાડી બનશે. આ પહેલા સચિન તેંડુલકરે તેના કરિયરમાં કુલ 664 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

વિરાટ કોહલી આજે અનેક મોટા રેકોર્ડ તોડી પોતાના નામે નવા રેકોર્ડ કરી છે.બીજી તરફ વિરાટ પણ આ વખતે ગોલ્ડન બેટની રેસમાં છે. આ માટે તેણે ફાઇનલમાં મોટી ઇનિંગ્સ રમવી પડશે, જેથી તે અન્ય બેટ્સમેનોથી આગળ નીકળી શકે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક