રાજકોટના પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મળ્યો મૃતદેહ, પોલીસે કહ્યુ-યુવકનું અકસ્માતમાં મોત, જુઓ Video
પોલીસે આ કેસમાં અલગ અલગ સ્થળોના CCTV ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં મૃતક યુવક ભરૂડી ટોલનાકા નજીકથી પસાર થતો જોવા મળે છે. રાતે તે તેણે એકલો ચાલીને જતા હોવાનું CCTVમાં દેખાયું. દાવા પ્રમાણે, યુવાન ગોંડલથી એકલો જ નીકળ્યો હતો, અને રામધામ આશ્રમમાં પ્રવેશતા પણ કેમેરામાં કેદ થયો છે.
ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે ગયેલા યુવકનું મોત હિટ એન્ડ રન અકસ્માતમાં થયાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે, મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે યુવાનને બંગલે ઢોર માર મારવામાં આવ્યો હતો, અને તેના ગુમ થવા અંગે પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો.
મૃતક યુવકના CCTV ફૂટેજ સામે આવ્યા
પોલીસે આ કેસમાં અલગ અલગ સ્થળોના CCTV ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં મૃતક યુવક ભરૂડી ટોલનાકા નજીકથી પસાર થતો જોવા મળે છે. રાતે તે તેણે એકલો ચાલીને જતા હોવાનું CCTVમાં દેખાયું. દાવા પ્રમાણે, યુવાન ગોંડલથી એકલો જ નીકળ્યો હતો, અને રામધામ આશ્રમમાં પ્રવેશતા પણ કેમેરામાં કેદ થયો છે.
પરિવારના આક્ષેપ સામે પોલીસનો જવાબ
મૃતકના પરિવારજનોએ દાવો કર્યો છે કે યુવાનને બંગલે બોલાવીને માર મારવામાં આવ્યો હતો. જોકે, પોલીસનું કહેવું છે કે યુવક સાથે કોઈ અન્ય નહોતું, અને તેનો મોત તારઘડિયા બ્રિજ પર હિટ એન્ડ રન અકસ્માતમાં થયો.
હાલમાં પોલીસ તપાસ ચાલુ
આ ઘટનામાં હાલ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિવારની ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી છે, જેથી આ ઘટનાનું સાચું કારણ બહાર આવી શકે.
ગોંડલના યુવકના શંકાસ્પદ મોતનો મુદ્દો લોકસભામાં ઉઠશે
રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે ગોંડલમાં થયેલા યુવકના શંકાસ્પદ મોતનો મામલો લોકસભામાં ઉઠાવવાની જાહેરાત કરી છે. સાંસદ હનુમાન બેનિવાલે ટ્વીટ કરીને યુવકના મોતની CBI તપાસની માંગણી કરી છે. તેમણે દાવો કર્યો છે કે આ ઘટનાને જાટ સમાજ કદી સહન નહીં કરે. મહત્વનું છે કે આ કેસમાં હાલ પોલીસ તપાસ ચાલી રહી છે, અને આ મામલાએ રાજકીય માહોલ પણ ગરમાવ્યો છે.

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
