લક્ષદ્વીપ

લક્ષદ્વીપ

લક્ષદ્વીપએ ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારે 200 થી 440 કિમી દૂર લક્ષદ્વીપ સમુદ્રમાં સ્થિત એક દ્વીપસમૂહ છે. અગાઉ આ ટાપુઓ Laccadive-Minicoy-Aminidivi ટાપુઓ તરીકે ઓળખાતા હતા. આ દ્વીપસમૂહ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે.આ દ્વીપસમૂહ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેનો કુલ સપાટી વિસ્તાર માત્ર 32 ચોરસ કિમી (12 ચોરસ માઇલ), 4,200 ચોરસ કિમી (1,600 ચોરસ માઇલ) ના નિર્જન વિસ્તાર સાથે, 20,000 ચોરસ કિમીના પ્રાદેશિક જળ અને વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર 150,000 ચોરસ માઇલ આવરી લે છે. હાલમાં આ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા તરફ સરકાર કામગીરી કરી રહી છે.

Read More

રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાત જ નહીં પરંતું દેશભરમાંથી લક્ષદ્વીપ પહોંચનારા પ્રવાસીઓનો ધસારો જબરદસ્ત જોવા મળી રહ્યો છે. ગત જાન્યુઆરી માસની શરુઆતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. એ બાદ તુરત જ ભારતીય લોકોએ પ્રવાસ સ્થળ તરીકે લક્ષદ્વીપને વખાણવાનું શરુ કર્યુ હતુ. આ સુંદર સ્થળના પ્રશાસક પણ ગુજરાતી છે.

ગુજરાતના દરિયાઇ ટાપુઓ પર હવે ગોવા-લક્ષદ્વીપ જેવી મોજ માણવા મળશે, જાણો

ગુજરાતીઓ હરવા અને ફરવાના ખૂબ જ શોખીન છે. કશ્મીરથી લઈને કન્યાકુમારી અને આસપાસના ટાપુઓ પર પણ રજાઓને માણવા માટે ગુજ્જુઓ ખૂબ જ ફરતા રહેતા હોય છે. ગોવા અને લક્ષદ્વીપ તથા અંદમાન નિકોબાર ટાપુઓ પર પણ ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળતી હોય છે. હવે ગુજરાતના દરિયાકાંઠા નજીક આવેલા ટાપુઓને પણ પ્રવાસીઓ માટે વિકસાવવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે.

Lok Sabha first phase Election 2024: 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન, 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર કરવામાં આવશે મતદાન

ભારતીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને એકસાથે જાહેર થશે. જ્યારે ઉમેદવારો 27મી માર્ચની સાંજ સુધી ઉમેદવારી નોંધાવી શકશે

લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે પૂર્વ MLA સીજે ચાવડાની બંધ બારણે બેઠક

લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ હાલમાં ગુજરાતમાં આવેલા છે. આ દરમિયાન વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ તેમની મુલાકાત લીધી હતી. સીજે ચાવડાએ બંધ બારણે દોઢેક કલાક સુધી પ્રફુલ પટેલ સાથે બેઠક કરવાને લઈ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પ્રફુલ પટેલનો ઉત્તર ગુજરાતના રાજકારણમાં અલગ જ દબદબો છે અને આ દરમિયાન સીજે ચાવડા મુલાકાતે પહોંચતા ચર્ચાઓ શરુ થઈ છે.

g clip-path="url(#clip0_868_265)">