Vadodara : ગરમી વધતા કાલાઘોડા-સયાજીગંજ રોડ પર ડામર પીગળ્યો, રોડ પર ભ્રષ્ટ્રાચાર લખી લોકોએ કર્યો કટાક્ષ, જુઓ Video
હજુ તો માર્ચ મહિનામાં તકડો પડવાની શરૂઆત થઈ છે.ત્યાં આ હાલ છે.ગરમી વધતા જ વડોદરાના કાલાઘોડાથી સયાજીગંજ અને અમિતનગરથી મીરા રોડનો ડામર પીગળી રહ્યો છે. રોડનો ડામર પીગળીને વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ગરમી વધતા રોડનો ડામર પીગળ્યો !
સ્થાનિકોનો આરોપ છે કે રોડ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી છે. નહીં તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રોડ ગરમી આવતા જ કેવી રીતે પીગળી જાય ? લોકો હવે પીગળેલા ડામરના રોડ પર “ભ્રષ્ટ્રાચાર” એવું લખાણ લખીને કટાક્ષ કરી રહ્યા છે.આ રોડ પર ચાલવું કે વાહન ચલાવવું હોય તો પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી હાલત છે. જો ધ્યાન ન રાખો તો ઉંધા માથે પટકાતા વાર નહીં લાગે.